: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૧૫ :
સુખસ્વરૂપ છે. ‘અરે, આવા દુઃખ કરતાં તો મરી જવું સારૂં’ – એમ મરણ કરતાં પણ
દુઃખ અસહ્ય લાગે છે, દુઃખથી છૂટવા માટે મરણને પણ ગણકારતો નથી. આ રીતે જીવને
દુઃખ ગમતું નથી તેથી શરીર છોડીને પણ દુઃખથી છૂટવા માંગે છે, એટલે અવ્યક્તપણે
પણ એમ સિદ્ધ થાય છે કે આત્મામાં દેહ વગર સુખ છે. જો દેહાતીત આત્માને પોતામાં
દેખે તો જરૂર સુખ અનુભવમાં આવે. પણ આત્માનું સાચું ભાન કરતો નથી તેથી
પોતાનું સુખ પોતાના અનુભવમાં આવતું નથી.
અંદર અપમાન વગેરેનું તીવ્ર દુઃખ લાગે, સમાધાન કરી ન શકે, નપાસ થયો
હોય કે ધંધામાં મોટી ખોટ ગઈ હોય; દેહની તીવ્ર પીડા સહન ન થાય–એવા પ્રસંગે કોઈ
જીવ વિચારે છે કે અરેરે! હવે તો ઝેર ખાઈને આ દુઃખથી છૂટું. –જુઓ તો ખરા, ઝેર
ખાવું સહેલું લાગે છે પણ દુઃખ સહન કરવું અઘરું લાગે છે ! ભાઈ, દેહ છોડીને પણ
ખરેખર જો તું સુખી થવા માંગતો હો ને દુઃખથી તારે છૂટવું હોય તેનો સાચો રસ્તો લે.
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કરીને વીતરાગીવિજ્ઞાન
પ્રગટ કરવું તે જ સાચો ઉપાય છે. અહીં એ ઉપાય સંતો તને બતાવે છે, તે સાવધાન
થઈને સાંભળ.
‘આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ’. અરે, દેહના રોગની
પીડાથી છૂટવા માંગે છે, પણ ભાઈ, આત્મભ્રાંતિના રોગનું મહાન દુઃખ છે, તેનાથી
છૂટવાનો ઉપાય કર. તે માટે વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ આપનારા સદ્ગુરુને સાચા વૈદ્ય
જાણ. એવા ગુરુ દુઃખથી છૂટવાનો ને સુખ પ્રગટ કરવાનો જે ઉપદેશ આપે છે તે
સંબોધન
હે જીવ!
તારા જીવનમાં તેં જે આત્મધ્યેય નક્ક્ી કર્યું
છે, જે ધ્યેયને સાધવા માટે તું નિવૃત્તિપૂર્વક સત્સંગ
સેવી રહ્યો છે, તે ઉત્તમ ધ્યેયને એક પળ પણ તું
ભૂલ મા; તે ધ્યેયને ઢીલું થવા ન દે.... અતિ અતિ
ઉદ્યમવડે ઉત્સાહથી ધ્યેયને સિદ્ધ કર.