Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 49

background image
: ૨૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
શ્રદ્ધાનો ટંકાર કરતાં તેમાંથી શુદ્ધાત્માના પડઘા ઊઠે છે. ‘હું સિદ્ધ....તું સિદ્ધ’
ત્યાં સામેથી પડઘા ઊઠે છે કે ‘હું સિદ્ધ...તું સિદ્ધ’. –આમ સિદ્ધનું સ્વરૂપ લક્ષમાં લેતાં
પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં આવે છે. શુદ્ધાત્માને લક્ષમાં લીધા વગર સિદ્ધનું
ધ્યાન થતું નથી. સિદ્ધ જેવો થઈને સિદ્ધનું ધ્યાન થાય છે. સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપનું
ધ્યાન કરતાં કરતાં અંદરથી નિર્મળ નિર્મળ પર્યાયો નીકળવા જ માંડે છે, ને આત્મા
પોતે સિદ્ધ થઈ જાય છે. ‘
णमो सिद्धाणं’નું આવું ફળ છે. આ મહાન મંગળ છે.
સમયસારના મંગળમાં સિદ્ધભગવાનનું વાસ્તુ આત્મામાં કર્યું....સિદ્ધ ભગવાન જેવા
મોટા અનંતા મહેમાનોને બોલાવીને જ્ઞાનમાં બિરાજમાન કર્યાં. તે જ્ઞાન હવે રાગવાળું
ન રહી શકે; જે જ્ઞાનમાં અનંત સિદ્ધને બેસાડ્યા તે જ્ઞાન તો શુદ્ધાત્મસ્વભાવ તરફ
ઢળીને નિર્વિકલ્પ થઈ જાય; એવા અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ સહિતનું આ
અપૂર્વ મંગલાચરણ છે.
સિદ્ધભગવંતોને નમસ્કાર તે સાધકભાવ છે. સિદ્ધદશા તે સાધ્યરૂપ છે, તે તરફ
ઝુકેલો ભાવ તે સાધકભાવ છે. अथ એટલે કે હવે, આવા સાધકભાવના પરમ
મંગળપૂર્વક આ સમયસાર શરૂ થાય છે અનાદિથી જે ન હતો એવો અપૂર્વ આરાધકભાવ
પ્રગટ કરીને હું મારા આત્મામાં સર્વે સિદ્ધભગવંતોને સ્થાપું છું. અનાદિથી વિભાવમાં
હતો તેને દૂર કરીને, સ્વભાવભાવ પ્રગટ કરું છું. વિભાવથી જુદો ને સિદ્ધની સ્થાપનારૂપ
આ આરાધકભાવ તે સમયસારનું અપૂર્વ મંગળ છે.
સિદ્ધભગવાનની ભાવસ્તુતિ સ્વસન્મુખતા વડે થાય છે; આ ભાવવસ્તુતિમાં
આત્મા પોતે જ આરાધ્ય–આરાધક છે. સિદ્ધની આ ભાવસ્તુતિ સમ્યગ્દ્રષ્ટિ જ કરે છે.
અજ્ઞાનીને સિદ્ધની કે સિદ્ધ જેવા પોતાના શુદ્ધ સ્વરૂપની ખબર નથી, તેથી તેને આવી
ભાવસ્તુતિ હોતી નથી.
હું શુદ્ધાત્મસ્વરૂપને પામેલા સિદ્ધને વંદન કરું છું–સિદ્ધની સ્તુતિ કરું છું, એટલે
સિદ્ધસમાન શુદ્ધસ્વરૂપને સાધ્યરૂપે સ્વીકારું છું; સિદ્ધમાં ને મારી પર્યાયમાં જે ભેદ
હોય તેને શુદ્ધદ્રષ્ટિના બળે કાઢી નાંખું છું ને સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે મારા આત્માને
ધ્યાવું છું. આ રીતે પોતાના આત્માને સિદ્ધપણે સ્થાપીને, સિદ્ધ સમાન પોતાના શુદ્ધ
આત્માના ચિંતનથી ભવ્યજીવ પોતે સિદ્ધ થઈ જાય છે. જેણે પોતાના આત્મામાં
સિદ્ધને વસાવ્યા તે સિદ્ધપદનો સાધક થયો, ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એવો
અનુભવ કરવો તે વીર થઈને