૩૦૨
‘અરિહંતોનો વિરહ નથી’
અત્યારે આ ભરતક્ષેત્રમાં અરિહંતદેવનો વિરહ છે?
ના, અમને અરિહંતનો વિરહ નથી. કેમકે અરિહંતનું
સ્વરૂપ અત્યારે પણ અમારા જ્ઞાનમાં વર્તે છે, અને મોહને
ક્ષય કરનારો અરિહંતદેવનો ઉપદેશ અત્યારે પણ અમને
પ્રાપ્ત છે. તે ઉપદેશ ઝીલીને અમે મોહક્ષયના માર્ગમાં વર્તી
રહ્યા છીએ; અરિહંતદેવનો માર્ગ પામીને તે માર્ગે અમે જઈ
રહ્યા છીએ, માટે અમને અરિહંતદેવનો વિરહ નથી.
જેના જ્ઞાનમાં અરિહંત નથી, અરિહંતનું સ્વરૂપ જેણે
જાણ્યું નથી, અરિહંતનો માર્ગ જેણે ઓળખ્યો નથી તેને જ
અરિહંતનો વિરહ છે. કદાચ અરિહંતદેવની સભામાં તે બેઠો
હોય તોપણ ભાવથી તેને અરિહંતનો વિરહ છે. ને જ્ઞાનીને
કદાચ ક્ષેત્રથી અંતર હોય તોપણ ભાવથી અંતર નથી, માટે
તેને વિરહ નથી; અરિહંતદેવ તેના હૃદયમાં જ બેઠા છે.
(આ સંબંધી ગુરુદેવના વિશેષ પ્રવચનો માટે જુઓ અંદર)
વીર સં. ૨૪૯પ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬: અંક ૨