ફોન નં : ૩૪ “આત્મધર્મ” Regd. No. G 182
જરૂર છે – પ્રોત્સાહન આપવાની : સંપાદકીય:
હમણાં ઘણા પત્રકારો ને કાર્યકરો વારંવાર એમ કહે છે કે સમાજના બાળકોમાં
ધર્મસંસ્કારોનું સીંચન થતું નથી...પણ એ તો માત્ર રૂઢીગત પ્રલાપ જ છે. આજે જ્યારે
હજારો બાળકો જાગ્યા છે ને ઘરે ઘરે ધાર્મિક સંસ્કારની સુગંધ રેલાવી રહ્યા છે, ત્યારે
કોણ કહી શકશે કે બાળકોમાં ધર્મસંસ્કાર નથી? દેશભરમાં હજારો બાળકો આજે જીવ–
અજીવના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે છે, ભગવાનના દર્શન કરે છે, બીજા અનેક પ્રકારે ઉચ્ચ
સંસ્કારોથી ધર્મમાં રસ લ્યે છે. એ જ રીતે આજના હજારો કોલેજિયન યુવાનો પણ
જૈનધર્મના ઉત્તમ સંસ્કારો વડે પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ છે;
એટલે સુધી કે ઘણાએ તો સીનેમા જોવાનું ને રાત્રે ખાવાનું પણ છોડી દીધું છે.
દીવાળીના તહેવારમાં એક યુવાને મિત્રો સાથે ફિલ્મ જોવાના કાર્યક્રમનું વિચારેલું,–પણ
તરત ધાર્મિકસંસ્કારથી તેને એમ વિચાર આવ્યો કે ‘આપણે જિનવરનાં સન્તાન છીએ’–
આવી ફિલ્મ આપણે જોવી ન જોઈએ. અને તેણે એ કાર્યક્રમ પડતો મૂક્્યો ને તેને બદલે
ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગ ભલે નાનો લાગે, પણ તેની પાછળ
બાળકોમાં–યુવાનોમાં જે ધર્મસંસ્કારનું બળ છે તે નાનું નથી.....ભવિષ્યમાં એ
સંસ્કારબીજમાંથી જ જૈનશાસનનો મોટો વડલો ઊગશે.
માટે, ‘આજના બાળકોમાં–યુવાનોમાં ધર્મસંસ્કાર નથી’ એમ કહીને તેમને ઉતારી
નાંખવાની જરૂર નથી; આજે તો બાળકો–યુવાનો, બહેનો ને માતાઓ બધાય જાગૃત
બનીને ધર્મસંસ્કારનું મહત્ત્વ સમજ્યા છે ને તેના વડે પોતાના જીવનને ઉજ્જવળ
બનાવવા સૌ તત્પર બન્યા છે.–જરૂર છે માત્ર તેમને પ્રોત્સાહન આપવાની.
વડીલો, પત્રકારો ને કાર્યકરો ઉદારદિલે વધુ ને વધુ પ્રોત્સાહન આપશે ત્યારે
તેમને પણ દેખાશે કે આજના બાળકોમાં ને શિક્ષિત યુવાનોમાં પણ ધર્મ પ્રત્યેનો કેટલો
થનગણાટ ભર્યો છે! અને મોટા–નાના સૌ એકી અવાજે ગગનને ગજાવીશું કે–
અમે તો વીરતણાં સન્તાન......છૈ તૈયાર.....છૈ તૈયાર!
વીર પ્રભુના પંથે જાવા.......છૈ તૈયાર.....છૈ તૈયાર!
જૈનશાસનને ઉજ્જવળ કરવા છૈ તૈયાર છૈ તૈયાર!
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)