Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 49

background image
: ૨૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
–* ગણિત *–
તમને ગણિતનો શોખ હોય તો
નીચેના દાખલા ગણો–
(૧) એક કરોડને એક કરોડથી ગુણતાં
જે આવે તેને એક કોડાકોડી કહેવાય છે. તો
૧૦ કરોડને ૧૦ કરોડથી ગુણતાં દશ
કોડાકોડી થાય.–એ બરાબર છે?
(૨) એક જીવ એક પદાર્થને એક
સમયમાં જાણે છે, તો લાખ પદાર્થને કેટલા
સમયમાં જાણશે?
(૩) એક જીવે મોહકર્મનો ક્ષય કર્યો તો
હવે આઠ કર્મોમાંથી તેની પાસે વધુમાં વધુ
કેટલા કર્મો બાકી રહેશે?
(૪) એક જીવે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય
કર્યો, તો હવે તેની પાસે વધુમાં વધુ કેટલા
કર્મો બાકી રહેશે?
(પ) આ જગતમાં જેટલા અનાજના
દાણા છે તે બધા ભેગા કરીએ ને જગતના
બધા જીવોની વચ્ચે વહેંચીએ, તો દરેકના
ભાગે શું આવશે? (જવાબ માટે જુઓ
પાનું ૩૦)
મ...ધ (મીઠું નહીં પણ કડવું)
મધ એ મનુષ્યનો ખોરાક નથી, મધ એ
તો માંખીનો ખોરાક છે. મધની અંદર
માંખીના ઈંડાનો રસ છે તેથી તે સર્વથા
અભક્ષ્ય છે. આપણા જૈનધર્મમાં માંસ
જેટલો મધનો પણ સખ્ત નિષેધ છે. દવા
ખાતર પણ મધ વપરાય નહિ. માંસ–મધુને
મદ્ય (દારૂ) નો જે ત્યાગી હોય તેને જ
‘શ્રાવક’ અથવા જૈન કહી શકાય. જૈન કદી
મધ–માંસ–દારૂનું સેવન કરે નહિ. (ઈંડાં કે
માછલાંનું ભક્ષણ તે પણ માંસાહાર જ છે.)
મધ ખાવામાં એટલું પાપ છે કે તેનું ફળ
પણ નરક કહ્યું છે. માટે મધ ખરેખર મીઠું
નથી પણ અત્યંત કડવું છે...તે ઝેરથી પણ
વધુ કડવા દુઃખ દેનાર છે.
– * સાધનની પરંપરા *–
* મોક્ષનું સાધન વીતરાગતા.
* વીતરાગતાનું સાધન જ્ઞાન.
* જ્ઞાનનું સાધન વિચાર.
* વિચારનું સાધન સત્ય ઉપદેશનું ગ્રહણ.
* * *
સત્પુરુષના ઉપદેશનું ગ્રહણ કરતાં
વિચારદશા જાગે.
અંતર્મુખ વિચારદશા વડે જ્ઞાનદશા પ્રગટે.
જ્ઞાનના બળે વીતરાગતા થાય.
વીતરાગ થતાં કેવળજ્ઞાન ને મોક્ષ થાય.
ઉપદેશનું ગ્રહણ, વિચારદશા, જ્ઞાન,
વીતરાગતા ને કેવળજ્ઞાન એ બધાય ભાવો
આત્માની પર્યાયો જ છે, બહારની વસ્તુ
નથી. આ રીતે આત્માનું સાધન આત્મામાં
જ છે, બહાર નથી.
જિજ્ઞાસુ થઈને સત્પુરુષના ઉપદેશનું
ગ્રહણ પણ જે ન કરે તેને વિચારદશા
ક્યાંથી જાગે? અંતરની વિચારણા વગર
સાચું જ્ઞાન ક્યાંથી પ્રગટે. સમ્યગ્જ્ઞાન વગર
વીતરાગતા ક્યાંથી થાય? ને વીતરાગતા
વગર કેવળજ્ઞાન કે મોક્ષ ક્યાંથી થાય?
માટે હે જીવ! તું જિજ્ઞાસુ થઈ, જ્ઞાનીના
ઉપદેશનું ગ્રહણ કરી અંતરની વિચારણા
વડે સ્વ–પરનું યથાર્થ ભેદજ્ઞાન કરી તેના
બળે વીતરાગતા કર, જેથી તને કેવળજ્ઞાન
અને મોક્ષદશા થશે.
જિન પરમ પૈની સુબુધિ છૈની ડાર અંતર ભેદિયા,
વરણાદિ અરૂ રાગાદિતેં નિજ ભાવકો ન્યારા કિયા;
નિજમાંહિ નિજકે હેતુ નિજકર આપકો આપે ગહ્યો,
ગુણગુણી જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેય મંઝાર કછુ ભેદ ન રહ્યો.