Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 49

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :



પ્રશ્ન:–
પંચપરમેષ્ઠી ભગવંતોના આપણે ગમે તેટલા જાપ કરીએ કે ગમે તેટલી
ભક્તિ કરીએ, તોપણ તેઓ નથી તો આપણી પાસે આવતા, કે નથી આપણને કાંઈ
મદદ કરતા; તોપછી તેમની ભક્તિમાં શો હેતુ છે?






ઉત્તર:– પ્રથમ તો એ જ આપણા પંચપરમેષ્ઠી ભગવંતોની વીતરાગતા–પૂજ્યતા–
મહત્તા છે કે તેઓ ભક્તિ વડે નથી તો રીઝતા, કે નિંદા વડે નથી ખીજાતા.
આમ છતાં આપણે તેમની ભક્તિ કરીએ છીએ;–તેઓ આપણી પાસે આવે કે
તેઓ આપણને કંઈ આપે એટલા માટે નહિ, પરંતુ આપણે તેમના જેવા થઈએ
એટલા માટે; તેમના જેવા થવાનું આપણને ઈષ્ટ છે એટલા માટે. પંચપરમેષ્ઠીરૂપી
પ્રતીક દ્વારા આપણા ઈષ્ટની ઓળખાણ વડે આપણે વીતરાગભાવ પ્રગટ કરીને સ્વયં
પરમેષ્ઠીપદમાં ભળી જઈએ.–એ પારમાર્થિક ભક્તિનું પ્રયોજન છે. ને એ પ્રયોજનની
સિદ્ધિ પંચપરમેષ્ઠી ભગવંતોની મદદ વગર, સ્વયં આપણે આપણા આત્મામાંથી કરી
શકીએ છીએ પૂજ્ય એવા પંચપરમેષ્ઠી ભગવંતોએ પણ એમ જ ઉપદેશ્યું છે કે તું
તારા સ્વભાવસન્મુખ થા.
જે ભક્તિ કરવાથી રીઝે ને નિંદા કરવાથી ખીજે–એવા રાગી–દ્વેષી જીવોને તો
ઈષ્ટદેવ તરીકે કોણ માને? વીતરાગી–જિનદેવ જ આપણા ઈષ્ટદેવ છે કેમકે આપણને
વીતરાગતા જ પ્રિય છે...આપણા ભગવંતોએ વીતરાગતા કરી છે ને આપણને પણ
વીતરાગ થવાનું શીખવ્યું છે.
નમસ્કાર હો વીતરાગમાર્ગપ્રણેતા તે વીતરાગ ભગવંતોને.