Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 49

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
* ઉમરાળાના પ્રકાશ એમ. જૈન (સભ્ય નં ૨૯૩) મુંબઈથી લખે છે કે–ગુરુદેવ
અમારા ગામના છે તેથી અમે ગૌરવ અનુભવીએ છીએ અમે આખું આત્મધર્મ સારી
રીતે વાંચીએ છીએ, ને જ્ઞાન મેળવીએ છીએ. તેમાં જે પુનરાવર્તનરૂપ પરીક્ષા વિભાગ
શરૂ કર્યો તે ઘણું જ સારૂં કર્યું છે, તેથી અમારો રસ વધ્યો છે, ને આ યોજના બદલ ખૂબ
જ ધન્યવાદ! અમારી ભાવના છે કે આત્મધર્મ મહિનામાં એક વખત આવે છે તેને બદલે
બે વખત આવે. (ભાઈશ્રી, હજારો જિજ્ઞાસુઓ પણ તમારા જેવી જ ભાવના ધરાવે છે.)
* અમદાવાદ બાલવિભાગના પ્રતિનિધિ લખે છે કે–આત્મધર્મ અને તેમાં
પુનરાવર્તન રૂપ પરીક્ષાનો વિભાગ ઘરેઘરે નાના મોટાની વચ્ચે તત્ત્વચર્ચાનું સુંદર
વાતાવરણ જમાવે છે... આવી પ્રવૃત્તિનો વિકાસ થાય તેમ સૌ ઈચ્છે છે.
અમેરિકામાંથી કોઈ જીવો મોક્ષ પામ્યા હશે? હા, અનંતા જીવો ત્યાંથી મોક્ષ
પામ્યા છે. રશિયામાંથી? –હા, ત્યાંથી પણ અનંતા.
આખોય અઢીદ્વીપ તે સિદ્ધક્ષેત્ર છે, ને તેમાં દરેક સ્થાનેથી અનંતા જીવો મોક્ષ
પામ્યા છે. ભારત અમેરિકા કે વિદેહક્ષેત્ર વગેરે બધા દેશોનો સમાવેશ અઢીદ્વીપમાં થાય
છે. એટલે માત્ર ભારત નહિ, અમેરિકા ને આફ્રિકા, યુરોપ વગેરે પણ સિદ્ધભૂમિ છે.
ત્યાંથી પણ અનંતા જીવો સિદ્ધપદને પામ્યા છે.
* બગદાણા (તળાજા) થી સત્યદેવભાઈનો પત્ર છે, સાથે ગુરુદેવ પ્રત્યે અંજલિ
તેમજ દોહા વગેરે પણ લખી મોકલ્યા છે. તેઓ ૨૬ વર્ષના યુવાન, હરિજન–વણકર
જ્ઞાતિના બ્રાહ્મણ છે; સોનગઢ આવી ગુરુદેવની વાણી સાંભળીને તેમને થયું કે આવા
જૈનધર્મ સિવાય ક્યાંય ઉદ્ધાર નથી...અહો, ગુરુદેવ તો બતાવે છે કે ‘હું જિનવરનો
સન્તાન છું.’ તેમની સાથે બીજા ત્રીસેક મિત્રો (જેમાં હરિજનો ને કોળી ભાઈઓ પણ
છે–તેઓ) ભજનમંડળી નિમિત્તે ભેગા મળીને જૈનધર્મના અભ્યાસનો પ્રયાસ કરે છે.
ઉત્તમ જૈનસંસ્કારો પામીને તેઓ જીવનને ઉજ્જવળ કરે એમ ઈચ્છીએ છીએ. તેમના
લખાણનો યોગ્યભાગ ‘ઉપકાર–અંજલિ’ માં લઈશું.
* અમેરિકાથી શ્રી લીલાબેન શાહ તરફથી ગુરુદેવપ્રત્યેની ભક્તિભીની ઉપકાર–
અંજલિ આવી ગઈ છે. પરદેશમાં વસતા બધાય ભક્તો જરૂર અંજલિ લખી
મોકલે...અને, હે ભારતના ભક્તો! તમે હવે ક્યારે જાગશો?
* દેહ અને આત્મા તદ્ન ભિન્ન છે, તે આ દુનિયાસમક્ષ બતાવી ગુરુદેવે જ્ઞાનનો
મોટો મહાસાગર આપણી સમક્ષ રજુ કરેલ છે. આવા આત્માની ઓળખાણ કરી કરી
બીજી માતાને પેટ અવતાર ધારણ ન કરવો