૩૦૪
એકવાર જો તો ખરો
શ્રીગુરુ કરુણાથી સંબોધે છે કે બાપુ! અનંતકાળે
મોંઘું એવું આ મનુષ્યપણું મળ્યું ને સત્ય ધર્મસમજવાનો
યોગ મળ્યો, તેમાં જો અત્યારે તારા સત્સ્વભાવને
ઓળખીને તેનું શરણ ન લીધું તો ચારગતિમાં ક્યાંય તને
શરણ નહિ મળે. તું બહારથી કે રાગથી ધર્મ મનાવી દે તેથી
કદાચ જગતના અજ્ઞાનીઓ છેતરાશે ને તને માન આપશે,
પણ ભગવાનના માર્ગમાં એ વાત નહિ ચાલે, તારો આત્મા
તને જવાબ નહિ આપે. રાગથી ધર્મ માનતાં તારો આત્મા
છેતરાઈ જશે, સત્ નહિ છેતરાય; સત્ તો જેવું છે તેવું જ
રહેશે. તું બીજું માન તેથી કાંઈ સત્ ફરી નહિ જાય. રાગને
તું ધર્મ માન તેથી કાંઈ રાગ તને શરણ નહિ આપે. ભાઈ,
તને શરણદાતા ને સુખદાતા તો તારો વીતરાગસ્વભાવ છે,
બીજું કોઈ નહિ. ભગવાન! તારા અંતરમાં બિરાજમાન
આવા આત્માને એકવાર જો તો ખરો.
તંત્રી: જગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ મહા (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૪