પુસ્તકો થવાના છે, તેમાંથી પહેલું પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. આ
પ્રવચનો અત્યંત સુગમ હોવા છતાં ખૂબ ભાવભીનાં છે, નાના બાળક કે મોટા વૃદ્ધ
સૌ કોઈને ઉપયોગી થાય તેવું સુંદર સંકલન છે, તેમજ સાથે પ્રસંગોચિત ચિત્રોથી
પુસ્તક શોભાયમાન છે. છેલ્લે પુસ્તકના દોહનરૂપે બસો ટૂંકા પ્રશ્ન–ઉત્તર આપેલ છે
તે પણ અભ્યાસ કરવામાં ખાસ ઉપયોગી છે. આ પુસ્તક લગભગ અડધી કિંમતે
(પચાસ પૈસે) આપવાનું નક્કી થયું છે. તેમજ તા. ૧પ–૨–૬૯ સુધી થયેલા
આત્મધર્મના ગ્રાહકોને તે સ્વ. ભાઈશ્રી વૃજલાલ નાગરદાસ મોદીની સ્મૃતિમાં
તેમના ભાઈઓ તરફથી ભેટ આપવામાં આવશે. આ પુસ્તકમાં પૃ. ૩૯ માં ‘એક
મિનિટમાં હજારો વાર જન્મ–મરણ કરીને’ એમ ભૂલથી લખાઈ ગયું છે, ત્યાં
‘હજારો’ ને બદલે ‘સેંકડો’ એમ સુધારીને વાંચવું.
ગ્રાહકોને આ અંકની સાથે ભેટકુપન મોકલેલ છે, છતાં કોઈકને ન મળ્યું હોય તો
તેમણે તા. ૧૦ માર્ચ સુધીમાં ખબર આપવા, ત્યાર પછીની ફરિયાદો ઉપર લક્ષ
આપવાનું મુશ્કેલ છે.