Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જીવના પાંચ ભાવોમાંથી ક્યા
ભાવ મોક્ષનું કારણ છે?
(‘જ્ઞાનચક્ષુ’ પુસ્તકમાંથી એક પ્રકરણ) (પુસ્તક છપાય છે)
ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો
છે; તેમાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે,
અને શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યરૂપ છે. આવા પરસ્પર સાપેક્ષ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ
આત્મવસ્તુ છે, દ્રવ્ય–પર્યાય બંનેનું જોડકું તે આત્મપદાર્થ છે.
ઉપશમાદિ ચાર ભાવો પ્રગટરૂપ છે, પર્યાયરૂપ છે, તેમાં ઉપશમ–ક્ષયોપશમ–
ક્ષાયિક એ ત્રણ ભાવો નિર્મળપર્યાયરૂપ છે, અને ઔદયિકભાવ વિકારી પર્યાયરૂપ છે.
અને જે પારિણામિકભાવ છે તે દ્રવ્યરૂપ છે, તે આત્માનો અહેતુક સહજ સ્વભાવ છે,
સહજ જ્ઞાન–આનંદાદિ અનંત સ્વભાવો પારિણામિકભાવે ત્રિકાળ છે. –આવા સ્વભાવને
જાણનારું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે.
ઔપશમિકભાવ: અનાદિનો અજ્ઞાનીજીવ પહેલવહેલા જ્યારે પોતાના સ્વભાવનું
ભાન કરે છે ત્યારે, ચોથા ગુણસ્થાને તેને ઔપશમિક સમ્યગ્દર્શન થાય છે,
અને આ ઔપશમિકભાવથી ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં
ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. ઉપશમભાવ એ
નિર્મળભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય
પણ થઈ ગયો નથી, પણ જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે કાદવ બેસી
ગયો હોય તેમ સત્તામાં કર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળપર્યાયને
ઔપશમિકભાવ કહે છે.
ક્ષાયોપશમિકભાવ: આ ભાવમાં કાંઈક વિકાસ ને કાંઈક આવરણ છે, જ્ઞાનાદિનો
સામાન્ય ક્ષયોપશમભાવ તો બધા છદ્મસ્થ જીવોને અનાદિથી હોય છે. પણ અહીં
મોક્ષના કારણરૂપ ક્ષયોપશમભાવ બતાવવો છે એટલે સમ્યગ્દર્શનપૂર્વકનો
ક્ષયોપશમભાવ લેવો.