અમે દાસ છીએ. સર્વજ્ઞપ્રણીત દિગંબર જૈન શાસનના મહાન ઉપાસક ગુરુદેવશ્રી મારફત
સમયસાર, પ્રવચનસાર, પંચાધ્યાયી, મોક્ષમાર્ગપ્રકાશક વગેરે અનેક દિગંબર પુસ્તકોનો
ઘણો ઘણો પ્રચાર કાઠિયાવાડમાં થઈ રહ્યો છે. સોનગઢના પ્રકાશન ખાતામાંથી ગુજરાતી
સમયસારની ૨૦૦૦ નકલો છપાઈને તુરત જ ખપી ગઈ. તે સિવાય, સમયસાર–ગૂટકો,
સમયસાર–હરિગીત, સમયસાર ઉપરનાં પ્રવચનો, અનુભવપ્રકાશ વગેરે ઘણાં પુસ્તકો
ત્યાં છપાયાં અને કાઠિયાવાડમાં ફેલાયાં. તે ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્રની હજારો પ્રતો
ત્યાંથી પ્રકાશિત થઈ પ્રચાર પામી છે. ગુજરાત કાઠિયાવાડના અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓને
ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્ય સુલભ થયું છે. કાઠિયાવાડમાં હજારો મુમુક્ષુઓ
તેનો અભ્યાસ કરતા થયા છે. કેટલાંક ગામોમાં પાંચ દશ પંદર મુમુક્ષુઓ ભેગા થઈને
ગુરુદેવ પાસેથી ગ્રહણ કરેલા રહસ્ય અનુસાર સમયસારાદિ ઉત્તમ શાસ્ત્રોનું નિયમિત
વાંચન મનન કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી પરમ પવિત્ર શ્રુતામૃતના
ધોરિયા કાઠિયાવાડના ગામે ગામમાં વહેવા લાગ્યા છે. અનેક સુપાત્ર જીવો એ
જીવનોદકનું પાન કરી કૃતાર્થ થાય છે.
છે. અને સૌરાષ્ટ્ર–ગુજરાતની સીમા વટાવીને અખિલ ભારતવર્ષના મોટા ભાગમાં
બહોળો પ્રચાર પામ્યું છે. ચેતનદ્રવ્ય અને સમ્યગ્દર્શનના મહિમાને તથા સત્પુરુષાર્થના
પંથને પ્રકાશનારું એ સાહિત્ય ભારતના અનેકાનેક સ્વાધ્યાયપ્રેમી જિજ્ઞાસુ જીવોને
જિનેન્દ્રપ્રણીત સન્માર્ગનું લક્ષ કરાવવામાં નિમિત્તભૂત બને છે.
એક પરમાણુમાત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા
આત્માના હાથમાં કયાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ–પાતાળના અંતર જેવડો
મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની પરદ્રવ્યનો તથા રાગદ્વેષનો કર્તા થાય છે
અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે કર્તૃત્વબુદ્ધિ
છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તૃત્વબુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ.
માટે તમે જ્ઞાન કરો.’ –આ તેઓશ્રીના ઉપદેશનો પ્રધાન સૂર છે, જ્યારે કોઈ શ્રોતાઓ
કહે કે ‘પ્રભો! આપ તો મેટ્રિકની ને એમ. એ ની વાત કરો છો;