Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcIT
Tiny url for this page: http://samyakdarshan.org/GROoY9

PDF/HTML Page 48 of 66

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
૧પ. અનંત ગુણસ્વરૂપ આત્મા પોતે પોતાના ધ્યાન વડે અનુભવમાં આવે છે.
૧૬. અશરીરી આત્મા અજ્ઞાનથી શરીરનો ભાર લઈને ચારગતિમાં ભમે છે, તે શરમ છે.
૧૭. દેહથી ભિન્ન અશરીરી ચૈતન્યને દેખતાં શરમજનક જન્મો ટળી જાય છે.
૧૮. ધ્યેય જ જેનું ખોટું હોય તેને સાચું ધ્યાન થઈ શકે નહિ.
૧૯. જેમાં ધર્મનું અવતરણ થાય તે સાચો ધર્મ–અવતાર છે.
૨૦. સિદ્ધભગવંતોનું સ્વરૂપ લક્ષમાં લેનારને આત્માનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં આવે છે.
૨૧. સિદ્ધમાં જે છે તે મારું સ્વરૂપ; સિદ્ધમાં જે નહિ તે મારું સ્વરૂપ નહીં.
૨૨. સિદ્ધને પુણ્ય–હોય? –ના; તો પુણ્ય તે આત્માનું સ્વરૂપ નથી.
૨૩. ભેદજ્ઞાન દ્વારા નિજસ્વરૂપની ઓળખાણ કરીને જીવ ભવસમુદ્રને તરે છે.
૨૪. શુદ્ધાત્માની સાચી શ્રદ્ધા તે મોક્ષનો સિક્કો છે.
૨પ. ધ્યાનસ્થ જૈનમુનિ એ પોતે સાક્ષાત્ મોક્ષમાર્ગ છે; તેને ઓળખતાં મોક્ષમાર્ગ
ઓળખાય છે.
૨૬. જેના અંતરમાં રાગની ને પુણ્ય વિષયોની ઈચ્છા છે તેને સંસારની જ ઈચ્છા છે.
૨૭. મોક્ષની ભાવનાવાળો પુણ્યને ન ઈચ્છે, કેમકે પુણ્ય પણ સંસાર છે.
૨૮. સર્વજ્ઞ–વીતરાગદેવની ઓળખાણ વગર, તેમના કહેલા વીતરાગમાર્ગને તું ક્યાંથી સાધીશ?
૨૯. કેવળીભગવાનના અતીન્દ્રિય સુખની શ્રદ્ધા કરનાર જીવ મોક્ષની નજીક છે.
૩૦. મુમુક્ષુ એટલે મોક્ષમાર્ગનો વેપારી, તે શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગને ઈચ્છે છે.
૩૧. જિનોપદેશ સાંભળતાં મુમુક્ષુ જીવ ઉલ્લસી જાય છે ને તેની પરિણતિ અંતર્મુખ થાય છે.
૩૨. સમકિતીનાં પરિણામ શુદ્ધાત્મ–સન્મુખ છે; મિથ્યાદ્દષ્ટિનાં પરિણામ શુદ્ધાત્માથી
વિમુખ છે.
૩૩. હે જીવ! સાચા દેવગુરુની ભક્તિપૂર્વક તેમના કહેલા ધર્મને સમ્યક્પણે આચર.
૩૪. તત્ત્વાર્થશ્રદ્ધાન એટલે શુદ્ધાત્મશ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે, તે ધર્મનું મૂળ છે.
૩પ. વીતરાગ થઈને ભવસાગર તરાય છે, રાગને ભેગો રાખીને ભવસાગરને તરાતું નથી.
૩૬. આપણો સ્વભાવ રાગ વગરનો; આપણા ઈષ્ટદેવ રાગ વગરના; આપણો માર્ગ
રાગ વગરનો.