Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


PDF/HTML Page 66 of 66

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
ફોન નં : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
જૈનદર્શન શિક્ષણવર્ગ
સોનગઢમાં દરવર્ષની માફક જૈન વિદ્યાર્થી ભાઈઓ માટેનો ધાર્મિક શિક્ષણવર્ગ
વૈશાખ વદ ૧૦ ને રવિવાર તા. ૧૧–પ–૬૯ થી શરૂ થઈને જેઠ સુદ ૧૪ તા. ૩૦–પ–૬૯
સુધી પૂ. ગુરુદેવની મંગલ–છત્રછાયામાં ચાલશે. આ શિક્ષણનો લાભ લેવા ઈચ્છા હોય
તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવો.
શિક્ષણવર્ગ
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
(બે માસના શિક્ષણ શિબિર સંબંધી માહિતિ પ્રાપ્ત થયે પ્રગટ કરીશું)
ગુરુદેવનો પ્રવાસ કાર્યક્રમ–
મુંબઈમાં આનંદપૂર્વક પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા બાદ મલાડ તથા
ઘાટકોપરના જિનાલયોમાં જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા કરીને પૂ. ગુરુદેવ તા. પ–પ–
૬૯ ના રોજ વિમાન દ્વારા મુંબઈથી ઈન્દોર પધારશે; છઠ્ઠી તારીખે ત્યાં રહેશે; અને
ત્યાંથી તા. ૭ તથા ૮ ના રોજ મક્ષીજી મુકામે નવા જિનાલયમાં પાર્શ્વનાથ
ભગવાનના ભવ્ય પ્રતિમાજી (–કે જેના પર અંકન્યાસ રણાસણમાં થયું હતું) તેની
પ્રતિષ્ઠા કરવા પધારશે. ત્યાંથી તા. ૯ મી એ ઈંદોર થઈને મુંબઈ; અને તા. દસમીએ
વિમાનદ્વારા ભાવનગર થઈને તે જ દિવસે સોનગઢ પધારશે. મક્ષીજીમાં વેદી
પ્રતિષ્ઠાનું મૂરત વૈશાખ વદ સાતમ (તા. ૮) ના રોજ છે.
નવીન પ્રકાશનો–
* ઘણા જિજ્ઞાસુઓમાં જેની માંગણી હતી તે ગ્રંથાધિરાજ સમયસારની નવી ગુજરાતી
આવૃત્તિનું પ્રકાશન વૈશાખ સુદ બીજે થયું છે. કિંમત રૂા. ૬. પ૦
* મ્યગ્દર્શન (પુસ્તક પહેલું) મરાઠી ભાષામાં પ્રકાશન થયું છે; કિંમત રૂા. એક
* ગુરુદેવનો જીવન પરિચય આ નવીન પુસ્તક સૌને ઉપયોગી છે, ગુરુદેવના જીવનના
અવનવા પ્રસંગો આપને આનંદ પમાડશે. કિંમત એક રૂપિયો.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)