: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
યાત્રામાં પૂ. બેનશ્રીબેન પણ એવા પ્રસન્ન થતા હતા–જાણે કે ફરીને કુંદકુંદ પ્રભુનો
સાક્ષાત્કાર થતો હોય! (‘સોનગઢ’ અને પોન્નૂર’ બંનેનો અર્થ સમાન છે.) તામિલ
દેશની જનતાએ ‘કુંદકુંદ પ્રભુના પ્રતિનિધિ’ તરીકે ગુરુદેવનું સન્માન કર્યું. દક્ષિણયાત્રાથી
પાછા ફરતાં વચ્ચે ગજપંથા સિદ્ધક્ષેત્રની પણ યાત્રા કરી.
ગુરુદેવના અંતરમાં વીતરાગરસનો પ્રવાહ નિરંતર વર્તી રહ્યો છે....પ્રવચન
વખતે તો વીતરાગરસની એ પાવન ગંગાના પ્રવાહમાં અનેક જિજ્ઞાસુઓ પાવન થાય
છે; તે ઉપરાંત તીર્થયાત્રાના વિશેષ પ્રસંગો વખતે, ભૂત–ભાવિનાં કોઈ મંગલ સ્મરણોની
યાદી વખતે, સાધર્મી ધર્માત્માઓ સાથેના વિશેષ પ્રસંગો વખતે, વિશિષ્ટ શાસ્ત્રોની
સ્વાધ્યાય કે ચિંતન કરતાં કરતાં જાગેલી ઊર્મિઓ વખતે–એમ અનેક પ્રસંગે એ
વીતરાગરસની મસ્તી અને ચૈતન્યની ધૂન જોવા મળે છે; ત્યારે એમ થાય છે કે વાહ!
ગુરુદેવનું ખરું જીવન આજ છે, આ જ એમના જીવનનો કસ છે....એ વીતરાગી –
ચૈતન્યરસથી ભરપૂર જીવનની ઓળખાણ તે ગુરુની સાચી સેવા છે. ઘણીવાર ચૈતન્યના
ઊંડા મનનથી જાગેલા ભાવો વ્યક્ત કરતાં ગુરુદેવ પ્રમોદથી કહે છે કે ‘આ તો મારો
ખોરાક છે....’ ચૈતન્યનું ચિંતન એ જ આત્માર્થીનો ખોરાક છે. કોઈવાર બહારની
પ્રવૃત્તિમાં વિશેષ રોકાવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે ગુરુદેવ કહે છે કે ‘અમારે ઘણાં
કામ છે...અમને વખત નથી...’ ‘ઘણાં કામ’ એટલે બીજું કાંઈ નહિ પણ ઊંડા મનનનું
કામ! ચૈતન્યગુણોનાં રહસ્યો એટલાં ઊંડા ને ગંભીર છે કે તેમાંથી કાઢો એટલું નીકળ્યા
જ કરે. એની ધૂન આડે બીજી પ્રવૃત્તિમાં અટકવું મુમુક્ષુને પાલવતું નથી. ગુરુદેવના નિકટ
પરિચયથી આપણને પણ એવી ચૈતન્યધૂનની જ પ્રેરણા મળે છે...ને એમ થાય છે કે यह
जीवन तुमसा जीवन हो।’
સં. ૨૦૨૦ ના માહ માસમાં દક્ષિણદેશના તીર્થોની બીજી યાત્રા કરીને ગુરુદેવ
રાજકોટ પધાર્યા ને ત્યાં ૧૩ દિવસ સુધી અધ્યાત્મરસની ગંગા વહેવડાવી, ગુરુદેવ જ્યારે
જ્યારે રાજકોટ પધારે ત્યાં એક અનેરું વાતાવરણ જામી જાય છે ને તત્ત્વચર્ચાથી ગલીગલી
ગુંજી ઊઠે છે. વિશેષમાં આ ફાગણ સુદ ત્રીજના રોજ ગુરુદેવની મંગલઉપસ્થિતિમાં ભવ્ય
સમવસરણનું તેમજ ઉન્નત માનસ્તંભનું શિલાન્યાસ થયું. સૌરાષ્ટ્ર રાજ્યનું આ પાટનગર
જિનેન્દ્રવૈભવ વડે વિશેષ શોભવા લાગ્યું. ત્રણેક લાખ રૂા. ના ખર્ચે સમવસરણ તથા
માનસ્તંભ તૈયાર થવા લાગ્યા. શાસનપ્રભાવી ગુરુદેવના પ્રતાપે તત્ત્વચર્ચાના યુગની જેમ
જિનેન્દ્રપ્રતિષ્ઠાનો પણ યુગ પ્રવર્તવા લાગ્યો....એક ઠેકાણે