: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
સમવસરણમાં અને માનસ્તંભમાં ગુરુદેવે ઘણા ભક્તિભાવે સીમંધરપ્રભુની
પ્રતિષ્ઠા કરી, હજારો ભક્તો આનંદપૂર્વક એ સાધ્ય–સાધકનું મિલન નીહાળી રહ્યા.
સમવસરણમાં કુંદકુંદાચાર્યદેવની પણ સ્થાપના કરી. ગુરુદેવના પ્રભાવથી આ પંદરમો
પંચકલ્યાણકમહોત્સવ થયો હતો. પ્રતિષ્ઠા પછી બીજે દિવસે (વૈ. સુદ તેરસે) ગુરુદેવ
સોનગઢ પધાર્યા. અને ભરઉનાળામાં તત્ત્વપિપાસુઓ માટેની પરબ ફરીને ચાલુ થઈ.
આ વર્ષની શ્રાવણ વદ બીજે પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલ જન્મદિવસે સભામાં
પૂ. ગુરુદેવના શ્રીમુખથી હાર્દિક પ્રમોદભર્યા ઉદ્ગારો સાંભળીને સભાજનો અતિ હર્ષિત
થયા; –એ સુવર્ણપ્રસંગ ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે; તે ઉદ્ગારો અક્ષરશ; લખાયેલા
છે, ને અહીં આપવાનું મન થાય છે, પરંતુ તેઓશ્રીને પોતાની પ્રસિદ્ધિ પ્રત્યેની અત્યંત
ઉદાસીનતાને કારણે તે મુલતવી રાખવું પડે છે. તેમનું ચાર ભવનું જાતિસ્મરણજ્ઞાન તેમ
જ અનુભવજ્ઞાન વગેરેની પ્રસિદ્ધિ બાબત એકવાર ગુરુદેવે સહેજ વિચાર બતાવ્યો ત્યારે
તેમણે સહજભાવે કહ્યું કે ગુરુદેવ! એ બધો તો આપનો પ્રતાપ છે; બહાર પ્રસિદ્ધિનું શું
કામ છે?’ ગુરુદેવ કોઈવાર આ પ્રસંગ યાદ કરીને એમની ગંભીરતાનો મહિમા બતાવે
ત્યારે સાંભળનારા આશ્ચર્ય પામે છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે આવાં બે બહેનો પાક્્યાં
છે તે મંડળની બહેનોનું મહાભાગ્ય છે.
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના નિવૃત્તપ્રમુખ મુરબ્બીશ્રી રામજીભાઈ માણેકચંદ
દોશીએ ત્યાં સંસ્થાની શરૂઆતથી જ જે સેવાઓ કરી છે, ને પચીસેક વર્ષ સુધી સંસ્થાના
પ્રમુખપદે રહીને સંસ્થાનો જે વિકાસ કર્યો છે, તે બદલ તેમના ૮૩ મા જન્મદિવસે
(ભાદરવા સુદ ચોથે) તેમના સન્માનનો એક મેળાવડો યોજવામાં આવ્યો હતો; અને
પ્રમુખશ્રી નવનીતલાલભાઈની પ્રેરણાથી આ નિમિત્તે સાહિત્યપ્રચાર માટે એક લાખ રૂા.
જેટલું ફંડ મુમુક્ષુઓમાંથી ભેગું થયેલ હતું. તે રકમમાંથી પચાસેક હજારના ખર્ચે
સોનગઢમાં સ્વાધ્યાયમંદિરના ચોકમાં એક ‘કુંદકુંદકહાનજૈનસરસ્વતીભવન’ બંધાયેલ
છે; તેનું ઉદ્ઘાટન ૨૦૨૨ ના ભાદરવા સુદ ચોથે જૈનસમાજના આગેવાન શેઠશ્રી
શાંતિપ્રસાદજી શાહુ (કલકત્તા) ના હસ્તે થયું.
‘આત્મધર્મ’ માસિક–કે પહેલેથી જેના સંપાદક મુરબ્બીશ્રી રામજીભાઈ હતા,
તેનો વધુ ને વધુ વ્યવસ્થિત વિકાસ થાય તે હેતુથી માનનીય પ્રમુખશ્રીએ બ્ર. હરિભાઈને
તેનું સંપાદન સોપ્યું. અને ગુરુદેવની કૃપાદ્રષ્ટિ ઝીલીને આત્મધર્મનો વધુ ને વધુ વિકાસ
થવા લાગ્યો. આત્મધર્મની રજતજયંતીના વર્ષમાં તેનો ૩૦૦ મો અંક વાંચીને અત્યંત