Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 44

background image
: ૧૪ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
જ.
પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી, શેઠશ્રી શ્રેયાંસપ્રસાદજી શાહૂ, શેઠશ્રી
વાડીલાલ ચ૫ભુજ ગાંધી, મિશ્રિલાલજી ગંગવાલ વગેરેએ ભાષણ દ્વારા શ્રદ્ધાંજલિ અને
અભિનંદનની લાગણીઓ વ્યક્ત કરી, અને સવાલાખ રૂા. જેટલું જન્મજયંતિ ફંડ થયું.
આ રત્નચિંતામણિ જન્મોત્સવની યાદીમાં મુંબઈ મુમુક્ષુ મંડળ તરફથી ૫ણ યોજનાઓ
રજુ કરવામાં આવી–
(૧) સોનગઢમાં જિનાગમ–મંદિર બનાવવું,
(૨) ગુજરાતી–હિંદી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ સાહિત્ય–પ્રકાશન કરવું;
(જૈનબાળપોથી અને સમ્યગ્દર્શન (પુસ્તક પહેલું) મરાઠીમાં પ્રકાશન કરીને વૈશાખ સુદ
બીજે તેનું મૂરત થયું.)
(૩) મલાડમાં જૈન વિદ્યાર્થી ગૃહ બંધાવવું.
વૈશાખ સુદ પાંચમે, પંચકલ્યાણક ઉત્સવમાં ભગવાન શ્રી મહાવીરપ્રભુનો
જન્મકલ્યાણક ઉત્સવ ઉજવાયો. બોરીબંદર સામેના મેરુ પર્વત ઉપર જન્માભિષેક થયો;
હેલિકોપ્ટર–વિમાને પુષ્પવૃષ્ટિ કરી, મુંબઈને ‘વૈશાલી–કુંડગ્રામ’ થવાનું ભાગ્ય મળ્‌યું. દશ
વર્ષમાં મુંબઈમાં આ બીજી વાર પંચકલ્યાણક થયા, અને કુલ ૧૦૦ જેટલા વીતરાગ–
જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ, મલાડમાં અઢી લાખ રૂા. ના ખર્ચે તૈયાર થયેલ જિનમંદિરમાં
વૈશાખ સુદ સાતમે ભગવાન ઋષભદેવ તથા સીમંધરાદિ વીસ તીર્થંકર વગેરે
ભગવંતોની મંગલપ્રતિષ્ઠા થઈ; એ જ રીતે ઘાટકોપરમાં પણ અઢી લાખ રૂા. ના ખર્ચે
તૈયાર થયેલા જિનમંદિરમાં વૈશાખ સુદ આઠમે નેમિનાથભગવાન તથા
ચોવીસતીર્થંકરભગવંતોની મંગલ પ્રતિષ્ઠા થઈ. બંને ઠેકાણે પ્રતિષ્ઠા વખતે સોનેરી
પુષ્પવૃષ્ટિથી આકાશ પણ ઝગમગી ઊઠ્યું.
અમદાવાદની જેમ મુંબઈમાં પણ શ્વેતાંબર જૈનસમાજે અત્યંત મધ્યસ્થતાથી,
મા૫ મધ્યસ્થતાથી નહિ પણ પ્રેમભાવથી બને તેટલો સહકાર આપ્યો. આ રીતે