ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
સુખ એટલે આત્મા
રૂપિયાથી સુખ નથી મળતું
(૧) અનંતા રૂપિયા કોઈ પાસે હોઈ ન શકે, પણ અનંતગુણો દરેક જીવ પાસે છે;
કેમકે સ્થૂળ રૂપિયા તો આખા લોકમાં પણ અસંખ્ય જ સમાઈ શકે, અનંત રૂા.
લોકમાં સમાય જ નહિ. અનંતગુણો તો એકેક જીવમાં સદાય વસેલા જ છે.
(૨) માટે હે જીવ! આવા તારા નિજગુણનિધાનને તું સંભાળ! –રૂપિયા વગર જ
તેમાં પરમ સુખ ભરેલું છે.
(૩) તારા નિજવૈભવની સંભાળમાં તને એવું સુખ થશે કે જેમાં રૂપિયાની જરૂર
જ ન પડે.
(૪) પોતાનું સહજ સુખ ભૂલીને વેચાતું સુખ લેવા જવું તે મુર્ખાઈ છે.
(પ) જેમ જ્ઞાન બજારમાં વેચાતું મળતું નથી તેમ સુખ પણ બજારમાં પૈસાથી
વેચાતું મળતું નથી.
(૬) જ્ઞાનની જેમ સુખગુણ આત્માનો છે, જડનો નથી.
(૭) જડમાં સુખ માનતાં ચેતનનું સાચું સુખ ભુલાય છે.
(૮) જડમાં સુખ કોણ શોધે? જે દુઃખી હોય, ને પોતામાં સુખ ન દેખે, તે જડમાં
સુખ શોધે. પોતામાં સુખ જેણે દેખ્યું હોય તે પરમાં સુખ શોધે નહીં.
(૯) સુખ તે આત્મા છે, અને આત્માના અનુભવથી જ પ્રગટે છે.
(૧૦) સિદ્ધભગવંતોને પરમ ઉત્કૃષ્ટ સુખ છે, તે સુખ શેનું? કે પોતાના
આત્મસ્વભાવનું.
______________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨૬૦૦)