: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
ભેદજ્ઞાનની અચ્છિન્ન ધારા (સમયસાર કળશ ૧૨૭ ના પ્રવચનમાંથી)
શ્રી ગુરુ કહે છે કે આત્માનો અનુભવ કરવાનો આ મોકો છે.
• રાગથી જુદા પડેલા જ્ઞાનવડે આત્માનો અનુભવ થાય છે. ભિન્ન લક્ષણ જાણીને
ભેદજ્ઞાનવડે આવો અનુભવ કરવો તે સંવરધર્મ છે.
• રાગવડે શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો, રાગથી જુદા જ્ઞાનવડે એટલે કે
ભેદજ્ઞાનવડે શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે.
• રાગની ધારાથી જુદી એવી પવિત્ર જ્ઞાનધારાવડે જે અછિન્નપણે આત્માને અનુભવે
છે તે શુદ્ધઆત્માને પ્રાપ્ત કરે છે એટલે કે શુદ્ધ જ્ઞાન–આનંદમય દશા તેને પ્રગટે છે.
• શુદ્ધઆત્મામાં રાગાદિ ભાવો નથી, એટલે શુદ્ધઆત્માના અનુભવમાં રાગાદિ ભાવો
પ્રગટતા નથી.
શુદ્ધઆત્મા જ્ઞાન–આનંદથી ભરેલો છે, એટલે શુદ્ધઆત્માના અનુભવમાં જ્ઞાન–આનંદના
ભાવો જ પ્રગટે છે.
• જ્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો ત્યાં રાગની અનાદિની સંતતિ તૂટી,
રાગથી જ્ઞાન જુદું પડી ગયું, એટલે મિથ્યાત્વની ધારા (જે અનાદિની અછિન્ન હતી
તે) છિન્ન થઈ ગઈ, અને રાગથી જુદી એવી અપૂર્વ જ્ઞાનધારા પ્રગટી; તે
અછિન્નધારાએ શુદ્ધઆત્માને અનુભવતી થકી કેવળજ્ઞાન લેશે.
• જેમ પર્વત ઉપર વીજળી પડી ને બે કટકા થયા તે પાછા સંધાય નહીં; તેમ
શુદ્ધઆત્માના નિર્વિકલ્પ અનુભવરૂપી વીજળી પડી ને રાગ તથા જ્ઞાનની એકતા
તૂટીને બે કટકા થયા, તે ફરીને એક થાય નહીં. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન થયું તેને
રાગ સાથે એકતાબુદ્ધિ થાય નહીં. આવા ભેદજ્ઞાનની અચ્છિન્નધારાવડે કેવળજ્ઞાન
થાય છે.
• ભેદજ્ઞાન વગર રાગનો જ અનુભવ કરી કરીને જીવ દુઃખી થયો છે. ભેદજ્ઞાનવડે
રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કરતાં જ જીવ આનંદિત થાય છે. તેથી કહ્યું કે–
‘આત્મા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, રાગરૂપ થઈ ગયો નથી.’ –આવું ભેદજ્ઞાન
કરીને