: ૪ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
રાગને ચૈતન્યથી ભિન્ન સત્તાપણે જાણે છે. –આવું ભેદજ્ઞાન જેને ન હોય તે જીવ
સમ્યગ્દ્રષ્ટિ નથી.
• સ્વરૂપે સત્તા, અને પરરૂપે અસત્તા–એવું એક વસ્તુનું સ્વરૂપ છે. પરરૂપને જો
સ્વરૂપમાં ભેળવે તો તે જીવે વસ્તુના સ્વરૂપને જાણ્યું નથી.
• આત્માને સ્વરૂપે સત્તા છે. ‘સ્વરૂપે સત્તા’ એટલે શું?
જ્ઞાન–આનંદરૂપ જે નિજસ્વભાવ તે સ્વરૂપ છે, તે જ્ઞાનાદિ–ભાવો સાથે આત્માને
તન્મયતા છે, તેને આત્મા પોતાપણે અનુભવે છે; એટલે જ્ઞાનાદિ સ્વરૂપે આત્માને
સત્પણું છે.
• અને આત્માને પરરૂપે અસત્તા છે. પરરૂપ એટલે શું? કે જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માથી ભિન્ન જે કોઈ શરીરાદિક કે રાગાદિ ભાવો છે તે બધાય અનાત્મા છે, તે
પરરૂપ છે, તેનાથી આત્માની સત્તા ભિન્ન છે. જો તે શરીરાદિથી તથા રાગાદિથી ભિન્નતા
ન માને, ને તેને આત્મામાં ભેળવે, તો તે જીવે ‘પરરૂપથી અસત્’ એવા આત્માને
જાણ્યો નથી; એટલે પરથી જુદા સ્વરૂપે આત્માની સત્તા કેવી છે તે પણ તેણે જાણ્યું નથી,
તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે; તેને આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન નથી.
• આત્મા અને અનાત્માનું યથાર્થ ભેદજ્ઞાન કરીને જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે
આત્મામાં મોક્ષના માંડવા નાંખ્યા.
• અહા, મોક્ષમાર્ગમાં પાવરધા એવા દિગંબર સંતોએ આ મોક્ષમાર્ગ બતાવ્યો
છે. રાગનો એક કણિયો પણ આત્માના જ્ઞાનભાવમાં નથી; જ્ઞાનમયભાવ રાગથી સર્વથા
જુદો છે.
• આત્માના સ્વભાવનો અનુભવ કરતાં તેમાં જ્ઞાનીની અસ્તિ અને રાગની
નાસ્તિ, –એમ અસ્તિ–નાસ્તિનું જ્ઞાન એક સાથે જ છે. ‘જ્ઞાનની અસ્તિ’ જાણી અને તે
વખતે ‘જ્ઞાનમાં રાગની નાસ્તિ’ જાણવાનું બાકી રહી ગયું–એમ નથી. જેણે રાગની
નાસ્તિને જાણી નથી તેણે જ્ઞાનની અસ્તિને પણ નથી જાણી.
• જ્ઞાન કહો કે આત્મા કહો; રાગ કહો કે અનાત્મા કહો;–એવા આત્મા અને
અનાત્માની જુદાઈને જે નથી જાણતો તેને જીવ અને અજીવનું ભેદજ્ઞાન પણ નથી. જેને
જીવ–અજીવની ભિન્નતાનું ભાન ન હોય તે સમ્યગ્દ્રષ્ટિ કેવો? તે તો પોતાને રાગીપણે
જ અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિ છે.