૩૧૩
આનંદની સુવાસ
મહાવીરભગવાન જે સિદ્ધપદ પામ્યા, તે
સિદ્ધપદને યાદ કરતાં, તેના જેવું નિજસ્વરૂપ
લક્ષમાં લેતાં, અતીન્દ્રિયઆનંદની એક મધુરી
સુવાસ આવે છે–કે જે સુવાસ આ નાકવડે નહીં
પરંતુ ભાવશ્રુતજ્ઞાનવડે સુંઘાય છે.
દેવ–ગુરુ કહે છે કે જેમ કેરીની દુકાને જતાં
કેરીની ગંધ આવે છે તેમ હે જીવ! અંતરમાં ચૈતન્યની
દુકાને જતાં તને આનંદની સુગંધ આવશે. રાગાદિ
પરભાવોમાં તો આનંદની સુવાસ નથી, તેમાં તો
દુઃખરૂપી દુર્ગંધ છે; આનંદની સુવાસ તો આત્માના
સ્વભાવમાં જ છે; તેની સમીપ જતાં આનંદની
સુવાસ આવે છે...ને તેમાં એકાગ્ર થતાં અપૂર્વ
આનંદનો સ્વાદ આવે છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ કારતક (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭. અંક ૧