૩૧૪
સ્વયંસિદ્ધ આ વિશ્વનું સ્વરૂપ
અરિહંતદેવે જોયેલું જે આ સ્વયંસિદ્ધ વિશ્વ, તેમાં અનંત
ચેતન અને જડ પદાર્થો છે; ચેતન કે જડ કોઈ પદાર્થ પોતાની
સ્વજાતિને કદી છોડતો નથી.
ચેતન સદા ચેતનપણે રહીને, અને જડ સદા જડપણે રહીને,
પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં વર્તે છે.
નિત્ય એવા ગુણરૂપ, અને અનિત્ય એવી પર્યાયોરૂપ, એ
રીતે પોતાના ગુણ–પર્યાયોરૂપ વસ્તુ પોતે જ છે. ગુણપણે કાયમ
રહીને તે પોતે જ પોતાની પર્યાયરૂપે પરિણમે છે.
ભિન્ન વસ્તુના ગુણ–પર્યાયો એકબીજામાં કદી ભળતા નથી,
કે એકબીજાને કદી કરતા નથી.
સર્વજ્ઞદેવે જોયેલું આવું વસ્તુસ્વરૂપ, વીતરાગી સંતોએ
પ્રસિદ્ધ કરીને જગતને ભેદજ્ઞાન કરાવ્યું છે.
(વિશેષ માટે આ અંકમાં આપેલાં પ્રવચનો વાંચો.)
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭. અંક ૨