: ૧૦ : : મહા : ૨૪૯૬
આત્માને ઢંઢોળીને
સમ્યગ્દશન પ્રગટ કર
શુદ્ધ આત્માના આધારે અંદરથી આત્માના આનંદનો
અવાજ આવે એટલે કે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. પ્રભુ!
તું તારા ઘરમાં અંદર જઈને, આત્માને ઢંઢોળીને આવું
સમ્યગ્દર્શન પ્રગટ કર.
ભાઈશ્રી છોટાલાલ ડામરદાસ (ધ્રાંગધ્રાવાળા)
ના મકાનના વાસ્તુપ્રસંગે શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમના
સ્વાધ્યાયભવનમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
(પોષ વદ તેરસ: સોનગઢ: સમયસાર ગા. ૨૭૬–૨૭૭)
મોક્ષના કારણરૂપ જે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે પોતાના શુદ્ધઆત્માના
આશ્રયે જ છે. તે શાસ્ત્ર વગેરે પરના આશ્રયે નથી. શાસ્ત્ર તરફનું વલણ તે પરાશ્રય છે,
અને એવા પરાશ્રયવાળા જ્ઞાનથી આત્માનું સ્વરૂપ સમજાતું નથી. માટે તે પરાશ્રય
છોડવા જેવો છે, ને શુદ્ધઆત્માનો આશ્રય કરવા જેવો છે.
જેમ સૂર્ય તે પ્રકાશનો પૂંજ છે, પ્રકાશ માટે તેને પરનો આશ્રય નથી, તેમ આત્મા
પોતે ચૈતન્યપ્રકાશનો પૂંજ છે, તેને જ્ઞાનપ્રકાશમાં પરનો આશ્રય નથી. પોતાના
જ્ઞાનસ્વભાવને ભૂલીને પરના આશ્રયની બુદ્ધિથી જીવ ચાર ગતિના દુઃખમાં રખડે છે.
પોતાના સ્વભાવના આશ્રયરૂપ ધર્મ તેણે એક સેકંડ પણ સેવ્યો નથી.
કલ્યાણ માટે શું કરવું? કે આત્માની સન્મુખ થઈને આત્માનું સાચું જ્ઞાન કરવું.
પરના સંગથી રહિત એવા અસંગ ચૈતન્યસ્વભાવને અડીને–સ્પર્શીને–અનુભવીને જે
જ્ઞાન થાય તે જ હિતકર–સુખકર જ્ઞાન છે. આત્મા કાંઈ સંયોગ જેટલો ક્ષણિક નથી, તે
તો સદાય ટકનારો નિત્ય છે. પૂર્વભવનું શરીર છોડીને આ શરીરમાં આવ્યો, તે શરીરથી
ભિન્ન ચેતનસ્વરૂપે નિત્ય છે. આવા સ્વભાવનું જ્ઞાન કરીને તેની અંદર વસવું તે
નિજઘરનું સાચું વાસ્તુ છે. ભાઈ, તારા નિજઘરમાં એવી કઈ ખોટ છે કે તારે બહારથી
લાવવું પડે? તારા જ્ઞાન–આનંદ વગેરે તારામાં જ પરિપૂર્ણ છે, તેમાં પર્યાયને એકાગ્ર
કરતાં તે પ્રગટે છે. નવતત્ત્વના વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી, પરજીવની દયા
વગેરે શુભભાવોના આશ્રયે સમ્યક્ચારિત્ર થતું નથી; એ