૩૧૬
અડોલ...ધીર...ગંભીર જ્ઞાન
જ્ઞાનચેતનાના ગંભીર મહિમાપૂર્વક ચર્ચામાં ગુરુદેવે કહ્યું
કે જેને સંસારનો અંત આવવાની તૈયારી હોય એવા મુમુક્ષુ
જીવને માટે આ અધ્યાત્મવિષય છે.
જેને ચૈતન્યની રુચિ થઈ, તેનો રંગ લાગ્યો ને તેને
સાધવા નીકળ્યો તેને, જગતની ગમે તેવી હલચલ પોતાના
માર્ગથી ડગાવી શકતી નથી, ભગવાન આત્માનો ચેતકસ્વભાવ
કોઈથી હલાવ્યો હલે નહીં. કોઈથી ઘેરાય નહીં; એવા સ્વભાવને
સાધવા નીકળ્યો તે કોઈથી હલાવ્યો હલે નહિ. કોઈથી ઘેરાય
નહિ. ચૈતન્યના ઝગઝગતા અબાધિત ‘તેજ–પ્રકાશ’ એને
ખીલ્યાં.
તેની ચૈતન્યમાં ગંભીરતા છે...ધીરતા છે; તેમાં રાગ
તરફનો ઉત્સાહ નથી; પરભાવના ઉછાળા તેનામાંથી શમી ગયા
છે, એની ચાલ ધારાવાહી છે, આનંદ સાથે એકરૂપ પરિણતિ
કરતી તે ચેતના ધીરગંભીરપણે નિજસ્વભાવ તરફ ચાલી જાય
છે; બીજે ક્્યાંય તે અટકતી નથી.
અહા, આવી ચેતના...તે મોક્ષને સાધનારી છે. તે છૂટી
જ છે કોઈથી બંધાયેલી નથી. કેવળજ્ઞાન સાથે તે કેલિ કરે છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ મહા (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક ૪