Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
આત્માનું શ્રેય સાધવાનો ઉપાય
માહ સુદ ૧૦–૧૧–૧૨ ના રોજ પૂ. ગુરુદેવ જેતપુર
શહેરમાં પધાર્યા; જેતપુરના જિનાલયમાં શ્રેયાંસનાથ
ભગવાન બિરાજમાન છે. અગિયારમા શ્રેયનાથ
તીર્થંકરની પ્રતિષ્ઠાને અગિયારસે દસમું વર્ષ બેઠું, અને
અગિયારમી ગાથા દ્વારા પૂ. ગુરુદેવે આત્માનું શ્રેય
સાધવાની અપૂર્વ રીત બતાવી...તેનો સાર અહીં આપ્યો
છે. ગુરુદેવ કહે છે કે અંધારાને જાણનારો પોતે આંધળો
નથી; અંધકારનું જ્ઞાન પણ ચૈતન્યપ્રકાશની સત્તામાં જ
થાય છે, એવા ચૈતન્યપ્રકાશરૂપે પોતે પોતાને દેખવો તે
સમ્યગ્દર્શન છે, ને તે જ આત્માનું શ્રેય છે.
આત્માને સમ્યગ્દર્શન કેમ થાય એટલે કે આનંદ કેમ થાય? તે બતાવવા માટેના
આ અમૃતમંત્રો છે. સમયસારની એકેક ગાથા ભગવાન આત્માના અમૃતસ્વરૂપને દેખાડે
છે. તેમાં આ ૧૧ મી ગાથા જૈનસિદ્ધાંતનો પ્રાણ છે. તેમાં કહે છે કે આત્માનું
ભૂતાર્થસ્વરૂપ એટલે કે સાચું સ્વરૂપ, તેને લક્ષમાં લઈને અનુભવ કરતાં સમ્યગ્દર્શન
થાય છે. એ સિવાય પુણ્યના વિચારમાં અટકે કે ભેદના વિચારમાં અટકે તેને સાચો
આત્મા અનુભવમાં આવતો નથી એટલે કે સમ્યગ્દર્શન થતું નથી.
શરીર તો જડ છે ને જડપણે જ સદાય રહ્યું છે, તે આત્માનું થઈને કદી રહ્યું નથી;
અત્યારે પણ આત્માથી જુદું જ છે.
હવે આત્માની દશામાં દેખાતા જે રાગ–દ્વેષાદિ ભાવો છે તે પણ આત્માના
જ્ઞાનસ્વરૂપની જાતના નથી, તે કદી જ્ઞાનરૂપ થયા નથી. તે રાગાદિભાવો
અને જ્ઞાન બંને જુદી ચીજ છે. એટલે રાગવાળો આત્મા અનુભવતાં પણ
તેનું શુદ્ધસ્વરૂપ અનુભવમાં નથી આવતું; તેનાથી પાર જ્ઞાનસ્વરૂપને
અનુભવમાં લેતાં સમ્યગ્દર્શન થાય છે.
પરસન્મુખ ઢળેલી જ્ઞાનપર્યાય જેટલો જ આત્મા માને તો તેને પણ અખંડ
આત્માની ખબર નથી. અંતરમાં અખંડ આત્માનો આશ્રય કરીને
અભેદપણે તેનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે.