: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ ચૈત્ર
ચાર રૂપિયા 1970 April
* વર્ષ ૨૭: અંક ૬ *
________________________________________________________________
વીતરાગી સાહિત્યની
સ્વાધ્યાય
(યુવાનોનું પ્રશંસનીય કાર્ય)
મલકાપુરમાં એક નાનો પણ મહત્ત્વનો પ્રસંગ બન્યો,–
જેને અહીં આત્મધર્મના પહેલા પાને સ્થાન આપીએ છીએ–
પૂ. ગુરુદેવ મલકાપુર પધાર્યા ત્યારે સમાજના સર્વે
મુમુક્ષુઓએ ઉત્સાહથી લાભ લીધો, તેમાં પણ યુવાન
ભાઈઓએ ખૂબ જ ઉલ્લાસથી ને પ્રેમથી ચર્ચા વગેરેનો લાભ
લીધો. છેલ્લે દિવસે (ફા. સુ. ૧૨) બપોરે ૨પ–૩૦ યુવાન
ભાઈઓ ગુરુદેવ પાસે આવ્યા, ને જીવનભર દરરોજ ઓછામાં
ઓછી એક કલાક વીતરાગી શાસ્ત્રની સ્વાધ્યાય કરવાની તે
બધા યુવાન ભાઈઓએ પ્રતિજ્ઞા કરી. સાથે સાથે વડીલોએ
પણ આનંદિત થઈને શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રતિજ્ઞા કરી.
આપણા સાધર્મી યુવાન બંધુઓનું આ કાર્ય ધન્યવાદ
સાથે અનુકરણીય છે. ગામેગામ આવા ઉત્સાહી યુવાનો જાગી
રહ્યા છે ને ધાર્મિક ઉલ્લાસ પૂર્વક વીતરાગી જૈન સાહિત્યનો
અભ્યાસ કરી રહ્યા છે, તે આપણા જૈન સમાજની ઉન્નતિની
નિશાની છે. યુવાનોના આ કાર્યનું સૌ અનુકરણ કરે, અને
જીવનની ઉત્તમ પળોનો ઉપયોગ વીતરાગતાની સાધનામાં
કરે–એમ ઈચ્છીએ. – બ્ર. હ. જૈન