: ૧૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
(૯) સર્વજ્ઞતાની પ્રતીતિના અભાવે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને,
રાગાદિ વિભાવનો જ કર્તા થઈને સંસારમાં રખડે છે.
(૧૦) આ રીતે પ્રતીતિના પ્રતાપે પરમાત્મા થવાય છે.
અને પ્રતીતિના અભાવે પરિભ્રમણ થાય છે.
માટે હે જીવો! સર્વજ્ઞસ્વભાવી આત્માની પ્રતીતિ કરો...ને તેનો અચિંત્યમહિમા
જાણીને તેમાં ઠરો.....એમ શ્રી સન્તોનો ઉપદેશ છે.
*
એકવાર એક મુમુક્ષુ જીવને વિચાર આવ્યો કે અરે, આ
સંસારમાં અનાદિથી હું દુઃખી છું, તે દુઃખ ટાળીને આત્માનું હિત
અને સુખ મારે પ્રાપ્ત કરવું છે. તે હિત કઈ રીતે થાય?
આમ વિચારીને તે જીવ વનમાં ગયો, વનમાં ઘણા
મુનિવરો આત્માના ધ્યાનમાં બિરાજતા હતા. તેઓ અત્યંત શાંત
હતા. અહા! એમની શાંત મુદ્રા મોક્ષનો માર્ગ જ દેખાડતી હતી.
મુમુક્ષુ જીવે તેમને વંદન કરીને ઘણા જ વિનયપૂર્વક પૂછ્યું–
પ્રભો! આત્માના હિતનો ઉપાય શું છે? મોક્ષનો માર્ગ શું છે?
આચાર્ય મહારાજે કૃપાપૂર્વક કહ્યું: હે ભવ્ય!
सम्यग्दर्शन–ज्ञान–चारित्राणि मोक्षमार्गः।
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે.
મુનિરાજના શ્રીમુખથી આવો મોક્ષમાર્ગ સાંભળીને તે
મુમુક્ષુ ઘણો ખુશી થયો, ને ભક્તિપૂર્વક તે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની આરાધના કરવા માટે તૈયાર થયો.
બંધુઓ! આપણે પણ તે મુમુક્ષુની જેમ મોક્ષમાર્ગને
ઓળખવો જોઈએ, ને તેની આરાધના કરવી જોઈએ.