ભાવનગરમાં પંચકલ્યાણક વખતે પૂ. શ્રી કાનજીસ્વામી ભક્તિપૂર્વક જિનબિંબો
ઉપર મંત્રાક્ષર લખી રહ્યાં છે. આ રીતે ત્રણસો ઉપરાંત વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા
દ્વારા જિનધર્મની મોટી પ્રભાવના થઈ છે. ગુરુદેવ જેના પર અંકન્યાસ કરી રહ્યા છે તે
ભાવનગર–જિનમંદિરના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે, બાજુમાં અમરેલીના શ્રી
પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થાય છે.
ભાવનગરના ભવ્ય જિનમંદિરમાં શ્રી નવનીતલાલભાઈ ચુ. ઝવેરી દ્વારા
મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની સ્થાપના થઈ રહી છે. પૂ. શ્રી કાનજીસ્વામી
ભાવપૂર્વક સ્થાપનાવિધિમાં ભાગ લઈ રહ્યા છે, બાજુમાં પ્રમુખશ્રી નવનીતલાલભાઈ
ઊભેલા દેખાય છે; તેમને જ્ઞાનપ્રભાવનાનો તો વિશેષ પ્રેમ છે, ઉપરાંત જિનેન્દ્રદેવની
પ્રતિષ્ઠામાં પણ સર્વત્ર ઉત્સાહથી ભાગ લ્યે છે.