: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧ :
દીવાળી સુધીનું વીર સં. ૨૪૯૬
લવાજમ અષાડ
ચાર રૂપિયા 1970 July
* વર્ષ ૨૭: અંક ૮ *
________________________________________________________________
સર્વે દ્રવ્યોને પોતપોતાના
પરિણામો સાથે તાદાત્મ્ય છે
[પોતાના ક્રમબદ્ધ પરિણામરૂપે દ્રવ્ય પોતે ઊપજે છે,
તેથી તેનું જ તે કર્તા છે, અન્યનું અકર્તાપણું છે.]
નવ તત્ત્વના વિકલ્પોથી પાર થઈને, આત્માને અનુભવમાં લેતું સુવિશુદ્ધ જ્ઞાન
પ્રગટે છે. તે બંધ–મોક્ષના વિકલ્પોથી દૂર છે, વિકલ્પ સાથેનું કર્તાકર્મપણું તેને છૂટી ગયું
છે, તે શુદ્ધ જ્ઞાનચેતનાના જ રસવાળું છે. આવા વિશુદ્ધ જ્ઞાનપણે ભગવાન આત્મરામ
પ્રસિદ્ધ થાય છે. તેને ક્રમેક્રમે ઊપજતી પોતાની નિર્મળપર્યાયો સાથે અનન્યપણું છે.–એ
વાત આ સર્વવિશુદ્ધજ્ઞાનમાં આચાર્યભગવાને સમજાવી છે. આવાં આત્માને ઓળખતાં
સમ્યગ્દર્શનાદિ થાય છે. તે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય સાથે અનન્યપણે આત્મા પોતે
ઊપજે છે.
વિશુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા રાગાદિ પરભાવોને જાણે ખરો પણ તેને કરે નહીં,
ભોગવે નહીં. રાગને જાણતો આત્મા રાગપણે ઊપજતો નથી પણ જ્ઞાનપરિણામપણે જ
ઊપજે છે, તે જ્ઞાનપરિણામ સાથે તેને એકતા છે પણ રાગાદિ સાથે તેને એકતા નથી.
સર્વે દ્રવ્યોને પોતપોતાની તે–તે કાળની પર્યાય સાથે તાદાત્મ્ય છે. પોતાની જ પર્યાયપણે
ઊપજતા દ્રવ્યને અન્ય દ્રવ્યની સાથે કર્તા–કર્મપણું હોતું નથી એટલે તેને અકર્તાપણું છે.
જેમ સોનું તેની કંકણપર્યાયથી જુદું નથી પણ તાદાત્મ્યરૂપ છે, તેમ સર્વ દ્રવ્યોને
પોતપોતાની ક્રમબદ્ધ પર્યાયો સાથે તાદાત્મ્ય છે, જુદાઈ નથી.