ફોન: નં. : ૩૪ “આત્મધર્મ”Regd. No. G. 182
હે જીવ! જો તારે આત્માર્થ
સાધવો હોય તો તું દુનિયાની દરકાર
છોડી દેજે. તું દુનિયા સામે જોઈને બેસી
ન રહીશ. જગતમાં ગમે તેમ બને, તું
દુનિયાથી દૂર તારા આત્મહિતના પંથે
મક્કમ પગલે ચાલ્યો જાજે.
સૌથી ઉત્તમ ચોઘડિયું ક્યું?
સ્વાનુભવ કરે તે; આત્મા પોતે
પોતાનો સ્વાનુભવ કરે એના જેવું
ઉત્તમ ચોઘડિયું બીજું કોઈ નથી.
એ ચોઘડિયું ક્યારે?
જ્યારે તું સ્વાનુભવ કર ત્યારે.
પહેલો રે આનંદ સમ્યક્ દર્શનનો.
બીજો રે આનંદ સમ્યક્ જ્ઞાનનો.
ત્રીજો રે આનંદ સમ્યક્ચારિત્રનો
ચોથો રે આનંદ વીતરાગભાવનો
પાંચમો રે આનંદ કેવળજ્ઞાનનો.
ચૈતન્યનિધાન બતાવતાં ગુરુદેવ
પ્રમોદપૂર્વક કહે છે કે અહા, જેના ઉપર
નજર કરતાં જ આત્મા જાગી ઊઠે ને
તું જ છો. તો હવે તને જગતમાં કોની
વાંછા છે? તારામાં જ નજર કર.
નિજવૈભવ ઉપર નજર કરતાં તું ન્યાલ
થઈ જઈશ. આનંદના અચિંત્ય ભંડાર
તારામાં ભર્યાં છે.
અહો, ઉત્તમ ચૈતન્યતત્ત્વ સંતોએ
લક્ષગત કરાવ્યું, તો હે ભવ્ય જીવો! તમે
વિલંબ વગર આજે જ તેનો અનુભવ
કરો. ભવદુઃખથી છૂટવા માટે
સ્વાનુભવનો આ ઉત્તમ અવસર છે.
સ્વાનુભવની ઘડી તે જ સૌથી ઉત્તમ ઘડી
છે, સ્વાનુભવથી ઊંચી ઘડી જગતમાં
બીજી કઈ છે?–સ્વાનુભવની ઘડી તે
સફળ ઘડી છે, તે આનંદની ઘડી છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦