Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 44

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૯ :
રાગને જાણતો આત્મા જ્ઞાનપણે પ્રસિદ્ધ થાય છે, રાગપણે નહીં
રાગાદિક ભાવોને જાણતો આત્મા, પોતાને ચેતકસ્વભાવપણે પ્રસિદ્ધ કરે છે,
રાગાદિકપણે પ્રસિદ્ધ નથી કરતો. રાગાદિકને પરજ્ઞેયપણે જાણતો તે આત્મા, ‘હું
ચેતકસ્વભાવ છું’ એમ પોતાને અનુભવે છે, પણ હું રાગાદિ છું એમ અનુભવતો નથી.
સ્વજ્ઞેયરૂપ આવા જ્ઞાનની અનુભૂતિ તે સમ્યગ્દર્શનાદિ છે. તે સમ્યક્ત્વાદિ
આત્મલાભ, રાગ વગરનો જ છે. રાગના અભાવમાં ચેતનનું જીવન છે. આમ ચેતના
અને રાગને અત્યંત જુદાઈ છે.
આવું ભેદજ્ઞાન કરીને આત્માને અનુભવનારી ચેતના તે મોક્ષનું સાધન છે. અને
આત્માથી તે અભિન્ન છે, જુદી નથી.
* * *
વૈરાગ્ય સમાચાર
શ્રાવણ સુદ ૧૦ ના રોજ શ્રી સમરતબેન મગનલાલ (તેઓ પૂ. બેનશ્રી
ચંપાબેનના મોટા બેન, અને બ્ર. કંચનબેનના માતુશ્રી) સોનગઢ મુકામે બ્રહ્મચર્યાશ્રમમાં
૭૪ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. છેલ્લા ૨૮ વર્ષથી તેઓ સોનગઢમાં રહીને સત્સંગનો
લાભ લેતા હતા. આ પહેલાં તેઓ કરાંચી રહેતા ત્યારે, અઢી વર્ષના પૂ. ચંપાબેનને
ઊછેરીને તેમણે જ મોટા કરેલા. તેઓ ખૂબ ભદ્રિક હતા ને પૂ. બેનશ્રી બેને લખી
આપેલી આત્મહિતની ભાવના તેઓ બહુમાનપૂર્વક ભાવતા હતા. આગલે દિવસે પણ
અડધી કલાક સુધી પૂ. બેનશ્રીએ તેમની સાથે વાતચીત કરેલી. દસમને દિવસે સવારમાં
તેમને જરા ઠીક નહોતું લાગતું તોપણ જિનમંદિરે આવીને પૂજન કર્યું તથા ગુરુદેવનું
પ્રવચન પણ સાંભળ્‌યું. અને બપોરે દર્દ વધી જતાં એકાએક સ્વર્ગવાસ પામી ગયા. (આ
લખનાર ઉપર પણ તેઓ એક મા જેવું હેત રાખતા.) સત્સંગમાં જ્ઞાનીઓ દ્વારા
સીંચાયેલા ઉત્તમ સંસ્કાર વડે તેમનો આત્મા ઉન્નત્તિમાર્ગમાં આગળ વધે ને વીતરાગી
દેવ–ગુરુના સાક્ષાત્યોગે આત્મહિત પામે–એ જ ભાવના.
(બ્ર. હ. જૈન)