: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
કર્યો છે, અને ધ્યાન–અધ્યયનમાં જે લીન છે તે સાધુ ઉત્તમ સ્થાનને પામે છે.
૧૦૩. હે ભવ્ય જીવો! નમસ્કાર કરવા યોગ્ય પુરુષો વડે પણ જે નિરંતર જે
નમાય છે, ધ્યાવવા યોગ્ય પુરુષો વડે પણ જે નિરંતર ધ્યાવાય છે, અને સ્તુતિ કરવા
યોગ્ય પુરુષો વડે નિરંતર જેની સ્તુતિ કરાય છે,–એવું જે કોઈ પરમ તત્ત્વ દેહમાં સ્થિત
છે તેને તમે જાણો.
૧૦૪. અર્હંત–સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય સાધુ–એ પાંચે પરમેષ્ઠી આત્મામાં જ
સ્થિત છે, તેથી આત્મા જ ખરેખર મારું શરણ છે.
૧૦પ. સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન, સમ્યકચારિત્ર અને સમ્યકતપ–એ ચારેય
આરાધના આત્મામાં જ સ્થિત છે, તેથી આત્મા જ ખરેખર મારું શરણ છે.
૧૦૬. આ રીતે જિનપ્રણીત મોક્ષ અને તેનું કારણ આ મોક્ષપ્રાભૃતમાં કહ્યું, તેને
સુભક્તિપૂર્વક, જે ભવ્ય જીવ પઢશે–સાંભળશે–ભાવશે તે શાશ્વત સુખને પામશે.
(છઠ્ઠું મોક્ષપ્રાભૃત પૂર્ણ)
* * *
જિન પ્રણીત છે આ મોક્ષનું પ્રાભૃત, અહો! સુભક્તિથી–
જે પઢે–સુણશે–ભાવશે તે સુખ શાશ્વત પામશે.
*
–: ભદ્ર :–
તારું પરમેશ્વરપણું તારામાં છે એમ સંતો બતાવે છે–તેનો વિશ્વાસથી
સ્વીકાર કર. એકવાર શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ ભરવાડ લોકોમાં
અનુકરણની જિજ્ઞાસાબુદ્ધિ દેખીને તેઓને કહ્યું કે ‘ભાઈઓ! આંખો મીંચી
જાઓ, ને અંદર હું પરમેશ્વર છું–એમ વિચાર કરો.’ તે ભરવાડ ભદ્ર હતા,
તેમણે એ વાતમાં શંકા કે પ્રતિકાર ન કર્યો, પણ વિશ્વાસથી એમ વિચાર્યું કે
આ કોઈ મહાત્મા છે ને અમને અમારા હિતની કંઈક અપૂર્વ વાત કહે છે,
જગતના જીવો કરતાં આમની ચેષ્ટા કંઈક જુદી લાગે છે. તેમ હે ભદ્ર! અહીં
કુંદકુંદસ્વામી જેવા પરમહિતકારી સન્તો તને તારું સિદ્ધપણું બતાવે છે, તો તું
ઉલ્લાસથી તેની હા પાડ, ને હું સિદ્ધ છું–એમ તારા આત્માને ચિંતનમાં લે.