Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 45

background image
૩૨પ
णमो अरिहंताणं।
णमो सिद्धाणं।
णमो आइरियाणं।
णमो उवज्झायाणं।
णमो लोए सव्वसाहूणं।
અહો, જગતમાં સર્વોત્કૃષ્ટ મંગલરૂપ પંચપરમેષ્ઠી
ભગવંતો! આપની ઉત્પત્તિ આત્મામાંથી જ થઈ છે, તેથી
આપ સ્વયંભૂ છો. આપના સ્વરૂપનું ચિંતન કરતાં મારું
આત્મરૂપ દેખાય છે, ને મારા આત્મામાં જ પંચપરમેષ્ઠીનો
વાસ છે–એમ સ્વસન્મુખવૃત્તિ વળે છે. આ રીતે
સ્વસન્મુખવૃત્તિના હેતુભૂત એવા હે ભગવંતો! આપના
ધ્યાનવડે મારું આજનું પ્રભાત હું મંગલરૂપ બનાવું છું....ને
આપને ઓળખાવનારા સંતોને નમસ્કાર કરું છું.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ કારતક (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ : ૨૮ અંક ૧