૩૨૬
આનંદની પ્રાપ્તિનો અવસર
જૈનધર્મને પામીને આનંદની પ્રાપ્તિનો આ અવસર છે.
હે ભાઈ! ચારગતિનાં જે અનંત દુઃખ તમે ભોગવ્યાં તેનાથી
જો છૂટવા ચાહતા હો, અને મોક્ષસુખનો અનુભવ કરવા
ચાહતા હો તો જિનવરદેવે કહેલા વીતરાગ–વિજ્ઞાનનું સેવન
કરો. દુઃખથી છૂટીને આનંદની પ્રાપ્તિનો આ અવસર છે.
જીવો દુઃખને ચાહતા નથી, પરંતુ દુઃખનાં કારણરૂપ
મિથ્યાભાવોનું દિનરાત સેવન કરે છે, –તો એ દુઃખથી કેમ છૂટે?
અને જીવો સુખને ચાહે છે, પરંતુ સુખના કારણરૂપ
વીતરાગ–વિજ્ઞાનનું એકક્ષણ પણ સેવન કરતા નથી, તો તેને
સુખ ક્્યાંથી થાય?
હે જીવ! સુખની પ્રાપ્તિના આ અવસરમાં તું અત્યંત
ઉત્સાહથી વીતરાગ–વિજ્ઞાનનું સેવન કરજે.
* * * * *
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ માગશર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૨