ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
આત્મધર્મ વાંચ્યું ને એમનું જૈનત્વ જાગી ઊઠયું
જૈનકુળમાં જન્મવા છતાં જૈનધર્મના સંસ્કાર ભૂલી ગયેલા એક ભાઈ (આગ્રાના શ્રી
વી. કે. જૈન) લખે છે કે–હું આત્મધર્મનો નવો સભ્ય આ વર્ષે જ થયો છું: મેં આત્મધર્મના
સાત અંક વાંચ્યા, તે પ્રવચનોમાં ચૈતન્યઆત્માના જ્ઞાનની અનોખી સુઝનું દિગ્દર્શન મળ્યું્ર;
નિશ્ચયમાર્ગમાં ભલા પ્રકારે દેખાડેલું જીવ અને કર્મના વિભાગનું જ્ઞાન, તથા
પરમાત્મસ્વરૂપમાં લીન થઈને શાશ્વત નિર્વાણસ્થાન–મોક્ષ થવાનું બતાવ્યું.
હું ત્રીસ ૩૦ વર્ષથી દિગંબર જૈનપરિવારનો સભ્ય છું; પરંતુ મારા સંસ્કાર અને દોસ્તી
અન્યવર્ગના લોકો સાથે અધિક હોવાથી તે અન્ય મતનું સાહિત્ય મેં વાંચ્યું પરિણામે
જૈનધર્મના સિદ્ધાંતથી અનભિજ્ઞ રહ્યો. પરંતુ આત્મધર્મ દ્વારા સ્વ–પરનું ભેદજ્ઞાન અને જીવની
દશાઓનું (બહિરાત્મા–અંતરાત્મા–પરમાત્માનું) સ્વરૂપ વાંચવાથી વાસ્તવિકતાનું કંઈક લક્ષ
જાગૃત થયું.
આ આત્મા કોઈ પરમાત્મામાં સમાઈ જાય છે, અને તેનું પોતાનું નિજ અસ્તિત્વ કાંઈ
રહેતું નથી–એવા સંસ્કાર હતા; તેનાથી વિપરીત આત્મધર્મમાં વાંચતા એ સિદ્ધ થયું કે પ્રત્યેક
આત્મામાં સ્વયં નિજસત્તાના આધારે પરમાત્મા બનવાની પૂર્ણ તાકાત વિદ્યમાન છે; એકેક
આત્મા (બીજામાં ભળ્યા વગર) સ્વયં પોતે જ પરમાત્મા થાય છે, ને પોતાની ભિન્ન સત્તા
રાખે છે–એમ પરમપૂજ્ય કાનજીસ્વામીના પ્રવચનથી સમજાયું, સચ બાત તો યહ હૈ કિ
આત્મધર્મને મેરે દિલ–દિમાગમેં એક નવીન પ્રકારકી હલચલ પેદા કરી દી હૈ. પૂજ્ય
કાનજીસ્વામીકા પ્રવચન પઢનેકા મેરા પહલા અવસર રહા હૈં, ઉનકે પ્રવચનોંકો પઢકર ઐસા
મહસુસ હોતા હૈ કિ મૈં હૃદયમેં એવં અપની આત્મામેં ઈનકો ઉતાર લું. ‘भावना है ऐसी मेरी
सदा पाता रहूं ज्ञान तुम्हारा’
(આજે ‘જેન લખાવો’ માટેનું જે જોસદાર આંદોલન ઊપડયું છે, તેનાથી પણ ઘણું
વધુ જોસદાર આંદોલન “જૈનોને તેમનું જૈનત્વ સમજાવવા” માટે કરવાની જરૂર છે; કેમકે
જૈનો પોતે જ પોતાના જૈનત્વને અને જૈન સિદ્ધાંતોને ભૂલી જશે–તો જૈનસમાજની ઉન્નત્તિ
કોના બળથી થશે? માટે જૈન સમાજનો એકએક બચ્ચો જૈનસિદ્ધાંતની વિશેષતાને જાણતો
થાય, ને જૈન સમાજના એકએક બાળકને પહેલેથી જ જૈનસિદ્ધાન્તનું જ્ઞાન મળે–તે માટે
જૈનસમાજે જાગૃત થવાની જરૂર છે. જૈનબંધુઓ ! ચાલો....પરસ્પરના ઝઘડા છોડો.....ને
જૈનસિદ્ધાંતના પ્રચારમાં લાગી જાઓ. –જૈનોને જૈનત્વનાં ઉત્તમ સંસ્કાર આપો......ને
મહાવીરશાસનને શોભાવો. * – બ્ર. હ. જૈન
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦