તે બદલ અમો ગુરુદેવના ભવોભવના ઋણી છીએ. અમો ગુરુદેવના શબ્દનો જયનાદ
ગજાવીએ છીએ. ને રોજ જૈનસાહિત્યનો અભ્યાસ અમારી લધુમતિથી કરીએ છીએ.
રાણપરડા–કામળોલ–મોરચૂપણા–જાળીયા–સમઢીયાળા–ઘાણાના ૬૦–૭૦ માણસો
માંસાહાર છોડીને જૈનધર્મમાં વળ્યા છે, ને હજી બીજા વળશે. ગુરુદેવની દયાથી અમે
જૈનધર્મનો પ્રચાર કરી રહ્યા છીએ, એમ સૌ મુમુક્ષુઓ દર મહિને આત્મધર્મનો અભ્યાસ
કરીએ છીએ. ઉમરાળાના હરિજનભાઈ શ્યામદેવ જૈનનો પત્ર આત્મધર્મમાં વાંચીને
અમારી હરિજન કોમને ગૌરવ લેવા જેવું છે. ખરેખર જૈન તો એક સત્યનો રાહ છે; અને
ગુરુદેવ કહાન સિવાય એનું સ્પષ્ટિકરણ કરનાર વર્તમાનકાળમાં ભાગ્યે જ કોઈ વિભૂતિ
નીકળશે.” આટલું લખ્યા પછી ભાઈશ્રી સત્યદેવે જૈનધર્મ સંબંધી પંદર બોલમાં પોતાના
ઉદ્ગારો લખ્યા છે તેમાં વીતરાગ વિજ્ઞાન, પંચ પરમેષ્ઠી ભગવાન, તીર્થંકર, રત્નત્રય, છ
તત્ત્વોનું જ્ઞાન–એ જૈનધર્મનું રહસ્ય હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને છેલ્લે છ દોહા લખ્યા
છે–તેમાં લખે છે કે–
વીતરાગી નિધાન પામવાનો માર્ગ કોઈ મહા ભાગ્યે હાથમાં આવ્યો છે. વધુ ને વધુ
સત્સંગપૂર્વક આત્મહિતના માર્ગમાં તમે સૌ આગળ વધો એવી શુભેચ્છા.) –સંપાદક