ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
મારગ જુદા જગતથી સંતના રે લોલ.........
પૂ. ગુરુદેવ સાત દિવસ વીંછીયા પધાર્યા તે દરમિયાન
ઘાટકોપરની ભજનમંડળીવાળા રમેશભાઈએ ગાયેલું મધુર હલકભર્યું
નીચેનું અધ્યાત્મગીત પૂ. ગુરુદેવની પ્રેરણાથી અહીં આપ્યું છે. – સં.
મારગ સાધુના જગને દોહ્યલા રે બોલ......
દોહ્યલી જોને આતમ કેરી વાત.....ચેતો જીવડા માનવ ભવ દોહ્યલા રે લોલ.....
માનવભવ જગમાં દોહ્યલો રે લોલ.....
દુર્લભ દુર્લભ જૈન અવતાર.....એની સાથે સદ્ગુરુ છાયા દોહ્યલી રે લોલ......
સરોવર કાંઠે રે મૃગલા તરસ્યા રે લોલ.....
દોડે હાંફી ઝાંઝવાજળની કાજ.....અરેરે! સાચાં વારિ એને ના મળે રે લોલ......
એમ મનના રે મૃગલાને પાછા વાળજો રે લોલ...
જોડી દો આતમસરોવર આજ, એને મળશે આતમસુખ અમુલા રે બોલ......
મિથ્યાત્વમૂળ અંતરે પડ્યા રે લોલ......
ડાંખળા તોડે વૃક્ષ ન સુકાય....તમે લેજો સમ્યક્ કુહાડી હાથમાં રે લોલ.....
મારગ જુદા જગતથી સંતના રે લોલ.....
જગત સાથે મીંઢવણી નવ થાય.....સંત–પંથ જગપંથથી જુદા જાણજો રે લોલ.....
દર્શન–દોરો રે રાખજો રે સાથમાં રે લોલ...
મોક્ષ–સોય રહેશે બાપુ હાથ...ધરમપંથે દર્શન પહેલું પગથિયું રે લોલ...
પર્વત પર વીજળી જેમ ત્રાટકે રે લોલ......
ખંડ–ખંડ જુદા રે થઈ જાય.......એને સાંધવાને રેણ દેવા દોહ્યલા રે લોલ......
એમ દર્શન સમ્યક્ત્વ જેને થઈ ગયા રે લોલ.....
થયા પૃથક્ પુણ્ય ને વળી પાપ....એને જન્મ–મરણ ફેરા ન સંભવે રે લોલ.....
જ્યમ ‘ખો’ પીપરતણો ઘાતક બને રે લોલ....
ત્યમ આસ્રવો આ જીવને જણાય....જુદેજુદા અનાદિથી જાણજો રે લોલ.....
‘વાઈ’ ના વેગે રે એ તો આવતા રે લોલ.....
શુભ ને આ અશુભ ભાવ....એથી જુદો આતમદેવ જાણજો રે લોલ....
ઉપકાર અહો આ ‘ત્રણસંત’નો રે લોલ...
આપીરે જેણે આતમ કેરી વાત....... ‘કમલ’ વંદે ગુરુરાજને ભાવથી રે લોલ........
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦