: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
સમ્યગ્દર્શન આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ।
જિનને કિયા આચરણ ઉનકો નમન સો–સો વાર હૈ।।
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિયે।
અરુ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિયે।।
(૨) નિઃકાંક્ષ–અંગમાં પ્રસિદ્ધ અનંતમતીની કથા
(નિઃશંકતાઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા ગતાંકમાં
આપે વાંચી; હવે બીજા નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ અનંતમતી
સતીની કથા આપ અહીં વાંચશો.
અનંતમતી! ચંપાપુરીનાં પ્રિયદત્ત શેઠ તેના પિતા, અને અંગવતી તેની માતા,
તેઓ જૈનધર્મના પરમ ભક્ત અને વૈરાગી ધર્માત્મા હતા, તેમના ઉત્તમસંસ્કાર
અનંતમતીને પણ મળ્યા હતા.
અનંતમતી હજી તો સાત–આઠ વર્ષની બાલિકા હતી ને ઢીંગલા–ઢીંગલીની રમત
રમતી હતી; એવામાં એકવાર અષ્ટાહ્નિકા વખતે ધર્મકીર્તિ મુનિરાજ પધાર્યા; અને
સમ્યગ્દર્શનના આઠ અંગનો ઉપદેશ આપ્યો; તેમાં નિઃકાંક્ષગુણનો ઉપદેશ આપતાં કહ્યું
કે–
હે જીવો! સંસારના સુખની વાંછા છોડીને આત્માના ધર્મની આરાધના કરો.
ધર્મના ફળમાં જે સંસારસુખની ઈચ્છા કરે છે તે મૂર્ખ છે. સમ્યક્ત્વ કે વ્રતના બદલામાં
મને દેવની કે રાજની વિભૂતિ મળો–એમ જે વાંછા કરે છે, તે તો સંસારસુખના બદલામાં
સમ્યક્ત્વાદિ ધર્મને વેચી દે છે, છાશના બદલામાં રત્નચિંતામણી વેચી દેનાર જેવો તે
મૂર્ખ છે. અહા, પોતામાં જ ચૈતન્ય–ચિંતામણિ જેણે દેખ્યો તે બાહ્ય વિષયોની વાંછા કેમ
કરે?