ભ.....ગ.....વા.....ન મ.....હા.....વી.....ર
હળીમળી સૌ સાથે ચાલો.....મહાવીર કે માર્ગમેં....
આનંદથી સૌ આત્મા સાધો. તીર્થંકર–પરિવારમેં....
ચૈત્રસુદ તેરસ...એ દિવસે ધન્ય બની ભારતની ભૂમિ, અને ધન્ય
બન્યા ભવ્યજીવોનાં હૃદય! આખી દુનિયામાં જાણે કે આનંદ ફેલાઈ રહ્યો. ધર્મની
વૃદ્ધિ કરનારા ભગવાન વર્દ્ધમાન તીર્થંકરનો અવતાર થયો.
આત્માની અપ્રતિહત આરાધના સહિતનો એ અવતાર હતો.
તીર્થંકરત્વના પ્રભાવસહિતનો એ અવતાર હતો.
તીર્થંકર તો પાકયા....સાથે એમનો મહાન પરિવાર પણ પાક્્યો. ધર્મવૃદ્ધિ
કરનારા મહાપુરુષો પાકયા, તો સાથે તેમના નિમિત્તે ધર્મ પામનારા જીવો પણ
પાકયા...ધર્મકાળમાં થયેલા એ મહાવીર તીર્થંકરે જે ધર્મનો ઉપદેશ આપ્યો તે આજે
પણ ચાલી રહ્યો છે.....ને આપણને કોઈ અપૂર્વયોગે તેની પ્રાપ્તિ થઈ છે....ને ધર્મ
ઝીલીને....આત્મામાં તેની અનુભૂતિ કરીને આપણે પણ તીર્થંકર ભગવાનના ધર્મ
પરિવારમાં ભળી જવાનું છે.
અમે મહાવીરભગવાનના પરિવારના છીએ.....તેમની જ પરંપરાના છીએ’
–અહા,! કેટલા ગૌરવની વાત! ભગવાનના પરિવાર તરીકે આપણી જવાબદારી
છે–આપણી ટેક છે–કે જે માર્ગે ભગવાન સંચર્યા તે જ માર્ગે જવું.....જે ભાવથી
ભવનો નાશ કરીને તેઓ મોક્ષ પામ્યા તે જ ભાવનું સેવન કરવું; જે
આત્મઅનુભવથી તેઓ રત્નત્રયરૂપ થયા તે જ આત્મઅનુભવ પ્રગટ કરવો.
મહાવીર ભગવાનની મહત્તા આપણે ત્યારે જ સમજ્યા ગણાય કે તેમણે
સેવેલા આત્માભિમુખી માર્ગમાં જઈએ ને રત્નત્રય–ધર્મરૂપ થઈએ; તથા પ્રભુના
પરિવારના બધા જીવો પ્રત્યે આનંદથી ધર્મની અનુમોદના–પ્રેમ–સત્કારપૂર્વક પ્રભુના
માર્ગને શોભાવીએ.
जय महावीर
(–હરિ)