
બાહ્યભાવોથી કે લોકસંગથી સ્વપ્નેય સુખ મળે તેમ નથી. અનેક પ્રકારનાં વિચિત્ર જીવો
આ લોકમાં છે તેમની સાથે વચનવિવાદ કરવા જેવું નથી. મહા ભાગ્યે જિનમાર્ગ
પામીને, તેમાં કહેલા પરમાત્મતત્ત્વને પોતે એકલા એકલા પોતાના અંતરમાં સાધી લેવા
જેવું છે. જે તત્ત્વમાં જતાં શાંતિનું વેદન થાય એવું તો એક નિજતત્ત્વ જ છે–જે સદાય
મહાઆનંદ દેનારું છે. હે જીવ! આવા તત્ત્વમાં ઊંડો ઊતરીને તેને જ તું સાધ...તેને જ
અનુભવ. લોકની કોઈ કલ્પનાજાળનો તેમાં પ્રવેશ નથી.
મહાભાગ્યથી સર્વજ્ઞનો માર્ગ પામીને તું તારા સ્વાધીન દ્રવ્ય–ગુણ–પર્યાયને
જાણીને, જગતથી નિસ્પૃહપણે તારામાં એકલો આત્માના આનંદને સાધજે.
દુઃખપર્યાય છોડીને સુખપર્યાયરૂપે થવું છે, તે સુખરૂપે કોણ થશે? તું પોતે દ્રવ્ય–
ગુણના સામર્થ્યથી તે સુખપર્યાયરૂપે થઈશ; દ્રવ્ય–ગુણપણે ત્રિકાળ ટકીને આત્મા
પોતે અંતર્મુખપણે સુખ–પર્યાયરૂપ પરિણમે છે. દ્રવ્ય–ગુણ–પર્યાયને ન માને તો
આવું કાર્ય બની શકતું નથી. જગતના જીવો તો આવા તત્ત્વને ન ઓળખે,
જ્ઞાનીની અંતરદશાને ન ઓળખે એટલે તે તો અજ્ઞાનને લીધે સત્ની નિદા કરે,
આરોપ મુકે, ઈર્ષા કરે, પણ સાધક તેની દરકાર કરતો નથી, તે તો જાણે છે કે
અરે, સુખ માટે મારે જગત સાથે ક્યાં પ્રયોજન છે? મારા સુખ માટે મારા
અંતરના દ્રવ્ય–ગુણસ્વભાવ સાથે જ મારે પ્રયોજન છે; માટે નિજસ્વભાવના
આશ્રયે મૌનપણે હું મારા કાર્યને સાધી જ રહ્યો છું, એટલે કે મારા એકત્વનું સુખ
મારામાં મને અનુભવાઈ જ રહ્યું છે, મારું નિજતત્ત્વ પોતે જ શાશ્વત સુખદાયક છે,
તેને હું અવલંબી રહ્યો છું, પછી બીજા નિંદા કરે તો કરો, તેનો મને ભય નથી,
પ્રશંસા કરે તો તેની પણ સ્પૃહા નથી.
પોતાના સ્વકાર્યને સાધી લેવું, બીજા જીવો સાથે વાદવિવાદમાં ન પડવું. જગત તો
વિચિત્ર જીવોનો સમૂહ છે, તેમાં બધાય જીવો આવું ગંભીર ચૈતન્યતત્ત્વ સમજી
જાય–એ તો અસંભવ છે, કોઈક વિરલા જીવો જ ચૈતન્યતત્ત્વને અનુભવે છે. માટે
તું લૌકિકજીવોનો સંગ છોડીને