આવે છે કે એક બાળક માટે બે સ્ત્રીનો ઝગડો થયો–ન્યાયાધીશે બાળકના બે કટકા
કરીને બંનેને એકેક વહેંચી દેવા હુકમ કર્યો. તે સાંભળતાં જ સાચી માતાની રાડ ફાટી
ગઈ; પુત્રને બચાવવા તેણે કહ્યું–ભલે આખેઆખો પુત્ર એને આપી દો, મારે એના કટકા
નથી કરવા. દ્રષ્ટાંતમાંથી એટલું લેવાનું છે કે સાચી માતા પુત્રનું દુઃખ જોઈ શકતી નથી,
તેને કુદરતી વાત્સલ્ય ઊભરાય છે. પ્રદ્યુમ્નકુમાર ૧૬ વર્ષે ઘરે આવ્યો ત્યારે
રુક્મિણીમાતાના હૈયામાં વાત્સલ્યની ધારા ઊભરાણી. તેમ ખરા પ્રસંગે સાધર્મીનો પ્રેમ
છાનો ન રહે. સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્દ્રષ્ટિ પ્રત્યે અંતરનો પ્રેમ હોય; એને દેખતાં, એની વાત
સાંભળતાં પ્રેમ આવે. ધર્મનો પ્રેમ હોય તેને ધર્મી પ્રત્યે પ્રેમ હોય જ; કેમકે ધર્મ અને
ધર્મી કાંઈ જુદા નથી.
કારણ તો અંદરમાં પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની રુચિ ને જ્ઞાન કરવું તે છે.
સમ્યગ્દર્શન વગરના શુભભાવથી મોક્ષમાર્ગ થતો નથી. સમ્યગ્દર્શન પછી પણ જે રાગ છે
તે કાંઈ મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ જ છે. જ્યાં રાગની
ભૂમિકા છે ત્યાં આવા વાત્સલ્યાદિ ભાવો જરૂર આવે છે. (આ વાત્સલ્યઅંગના
પાલનમાં ૭૦૦ મુનિવરોની રક્ષા કરનાર વિષ્ણુમુનિરાજની કથા પ્રસિદ્ધ છે, તે
‘સમ્યક્ત્વ–કથા’ વગેરેમાં જોઈ લેવી.) આ રીતે સાતમા વાત્સલ્યઅંગનું વર્ણન પૂરું
થયું.
જગતમાં કેમ પ્રસિદ્ધ થાય ને જગતના જીવો આવો ધર્મ કેમ પામે–એવો પ્રભાવનાનો
ભાવ ધર્મીને હોય છે. તે પોતાની સર્વશક્તિથી, જ્ઞાન–વિદ્યા–વૈભવ–તન–મન–ધન–દાન–
શીલ–તપ વગેરેથી ધર્મપ્રભાવના કરે છે. કોઈ વિશેષ શાસ્ત્ર દ્વારા, તીર્થદ્વારા, ઉત્તમ
જિનાલય દ્વારા તથા અનેક મહોત્સવ દ્વારા પણ પ્રભાવના કરે છે; અત્યારે તો જીવોને
સાચું