Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૭ :
દેનાર છે; અને આવી નિજભાવના માટે આ નિયમસારશાસ્ત્રની રચના છે.
દુઃખથી ભરપૂર આ ઘોર સંસારવનમાં ચૈતન્યની વીતરાગદશારૂપ જૈનશાસન જ
એક શરણ છે. દર્શનમોહવાળા જીવોને ભવના જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ
સુઝતો નથી. જૈનદર્શન જ ચૈતન્યતત્ત્વનું સાચું સ્વરૂપ બતાવીને ભવથી છૂટવાનો માર્ગ
બતાવે છે. આવો સુંદર માર્ગ આચાર્યદેવે આ નિયમસારમાં પોતાની નિજભાવના માટે
તેમ જ જગતના જીવોના હિતને માટે પ્રસિદ્ધ કર્યો છે.
જુઓ, આ સૂત્રકાર કુંદકુંદાચાર્યદેવની અદ્ભુત દશા! જેમણે સર્વજ્ઞ પરમાત્માનો
ઉપદેશ જાણ્યો હતો, સેંકડો પરમ અધ્યાત્મશાસ્ત્રોના રહસ્યમાં જેઓ કુશળ હતા, તેમણે
પોતાની નિજભાવના–અર્થે આ નિયમસાર–પરમાગમની રચના કરી છે. અંતરની
ચૈતન્યપરિણતિમાં શુદ્ધરત્નત્રયરૂપ નિયમસારની રચના થતી જાય છે ને તેના નિમિત્તે
આ નિયમસારનામના દ્રવ્યશ્રુતની રચના થાય છે. નિયમ એટલે શુદ્ધરત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ કેમ પ્રગટે તેની રીત આ નિયમસારમાં બતાવી છે. અહો, આ નિયમસાર તો
‘પરમેશ્વરશાસ્ત્ર’ છે, પરમેશ્વર ભગવાને કહેલું ભાગવત છે. આમાં કહેલા પરમતત્ત્વની
ભાવના કરતાં કોઈ પરમ અપૂર્વ આનંદ થાય છે. આ ભાગવત શાસ્ત્રમાં કહેલા
પરમઆનંદમય પરમાત્મ–તત્ત્વને જેણે જાણ્યું તે મહાપુરૂષોએ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રના
રહસ્યને જાણી લીધું, પરમઆનંદરૂપ વીતરાગસુખનો સ્વાદ તેમણે ચાખી લીધો. તેઓ
અંતર્મુખપણે પોતાના કારણ–પરમાત્મતત્ત્વને જ ભાવતા થકા, અનુભવતા થકા, શુદ્ધ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ થઈને શાશ્વતસુખને સદાકાળ ભોગવે છે.–આવું આ
ભાગવતશાસ્ત્રનું ઉત્તમ ફળ છે.
[આઠમી વખતનાં પ્રવચનો પૂર્ણ: પોષ સુદ એકમ]
* * * * *
સ્વભાવના આંગણે
જેણે અરિહંત જેવા પોતાના આત્માને મન વડે જાણી
લીધો તે જીવ સ્વભાવના આંગણે આવ્યો છે. પરંતુ આંગણે
આવ્યા પછી હવે સ્વભાવનો અનુભવ કરવામાં અનંત અપૂર્વ
પુરુષાર્થ છે. આ ચૈતન્યભગવાનના આંગણે આવ્યા પછી–
એટલે કે મન વડે આત્મસ્વભાવને લક્ષમાં લીધા પછી
ચૈતન્ય–સ્વભાવની અંદર ઢળીને અનુભવ કરવા માટે અનંત
પુરુષાર્થ કરે તે જ ચૈતન્યમાં ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.