ચૈતન્યરાજાને તેનાં લક્ષણોથી ઓળખીને તેની સેવા કરતાં, તે પ્રસન્ન થઈને મોક્ષસુખ
આપે છે. ચૈતન્યના અનુભવરૂપ ખાસ લક્ષણ વડે આ ચૈતન્યરાજા ઓળખાય છે ભાઈ,
તું અંદર જો! અંદરમાં જે ‘આ ચૈતન્ય...ચૈતન્ય...’ એમ અનુભવાઈ રહ્યું છે તે જ તું છો.
મોક્ષનો અર્થી થઈને અંતરમાં આવા આત્માને શોધ.
જે શોધે તેને આત્માનો પત્તો લાગે તેવું છે.––
કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ.
અનુભવ જોઈએ, તે અનુભવમાં જ મારું સુખ છે.––આમ મોક્ષાર્થી થઈને હે જીવ! તું
તારા આત્માને શોધ. ચૈતન્યના વેદનરૂપ સ્વલક્ષણ વડે તેને ઓળખ.
એમ જે અંદર ઊતરે છે તે મોક્ષના પરમસુખને અનુભવે છે. ‘અહા, આવો અનુભવ
અમે કર્યો છે.’ હે માતા! આવા અનુભવની સાક્ષીથી કહીએ છીએ કે હવે સંસારમાં ફરી
અવતાર ધારણ નહિ કરીએ; અંતરમાં જોયેલા આત્માના પૂર્ણ આનંદને સાધીને હવે
મોક્ષમાં જઈશું.––માટે હે માતા! તું પ્રસન્ન થઈને આનંદથી રજા આપ!–એમ નાના–
નાના બાળકો પણ માતાની રજા લઈને મોક્ષને સાધવા વનમાં ચાલ્યા જાય છે, ને
આત્માના આનંદના અનુભવમાં ઝુલતાં ઝુલતાં મોક્ષને સાધે છે.
જ રાગના વેદનથી જુદો પડીને આત્મા પોતાને આનંદસ્વરૂપે અનુભવે છે. આવા
અનુભવ વડે જ જન્મ–મરણના ફેરા બંધ થાય છે, ને આત્મા મોક્ષને સાધે છે.