Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 43

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
આનંદથી પૂજા કરાવી હતી. ભગવાનની પહેલી પૂજા ગુરુદેવ સાથે કરતાં ભક્તોનાં હૈડાં
આનંદથી નાચી ઉઠ્યા હતા. શાંતિયજ્ઞ બાદ ઉત્સવની પૂર્ણતાના હર્ષોપલક્ષમાં જિનેન્દ્ર–
ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. સોનગઢના રથમાં ચાંદીની ગંધકૂટીમાં ઊંચે–
ઊંચે બિરાજમાન સીમંધરભગવાનને નીહાળીને અમરેલીની જનતા આશ્ચર્ય પામતી
હતી...જિનેન્દ્રદેવના શાસનનો અદ્ભુત મહિમા દેખીને આનંદ થતો હતો...ને ભક્તજનો
આનંદથી નાચી ઊઠતા હતા.
પ્રભુજીની પ્રતિષ્ઠાના હર્ષોપલક્ષમાં આજે નૌકારશી જમણ કરવામાં આવ્યું હતું.
ગુરુદેવે અમરેલીમાં પાંચદિવસ સુધી જૈનશાસનમાં કહેલા આત્માનો અદ્ભુત મહિમા
સંભળાવ્યો હતો. અહો, અચિંત્ય મહિમાવંત આવી આત્મવસ્તુ...કે જેની અનુભૂતિ વડે
ભગવાન થવાય...એનું શ્રવણ આ કાળે મહાભાગ્યવંત મુમુક્ષુઓને નિરંતર શ્રીગુરુમુખે
સાંભળવા મળી રહ્યું છે...હે મુમુક્ષુઓ! જિનમાર્ગમાં કહેલા આવા અદ્ભુત આત્મતત્ત્વને
ઓળખવાનો આ અવસર છે...એવા આત્મતત્ત્વને પ્રસિદ્ધ કરતા કરતા ગુરુદેવે ગામેગામ
વિચરી રહ્યા છે...તમે બહુમાનથી શ્રવણ કરીને આત્મતત્ત્વને લક્ષગત કરો.
(અમરેલીના ઉત્સવ બાદ ફાગણ સુદ છઠ્ઠની સવારમાં ભગવાનનાં દર્શન–ભક્તિ
કરીને ગુરુદેવે અમરેલીથી આંકડિયા તરફ પ્રસ્થાન કર્યું.–કયું આંકડિયા?––આ
‘આત્મધર્મ’ નું જે જન્મધામ છે તે!)
સ્ત્ત્ .
જે તત્ત્વ જુદું છે તે તો જુદું જ છે, ચાહે અહીં હો, ચાહે બીજેહો,
પણ જે જુદું છે તેમાં શું ફેર પડે છે? કંઈ પણ નહીં.
જે સ્વતત્ત્વ છે તે તો અહીં–તહીં સર્વત્ર સાથે જ છે. બસ,
સ્વતત્ત્વના દેખનારને સર્વત્ર શાંતિ જ છે.
સ્વતત્ત્વ કેવું છે? કેટલું મોટું...ગંભીર અને શાંત છે તે દેખવાનું છે.
સ્વતત્ત્વ કદી પણ સૂનુંસૂનું નથી લાગતું. એ તો સદાય આનંદથી
ભરપૂર છે. સ્વતત્ત્વને દેખનાર જીવ સર્વત્ર આનંદમાં રહી શકે છે.