: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
ભાઈ! સંસારની તો આવી જ સ્થિતિ છે. એની ક્ષણભંગુરતાનો જો
ખરોખરો કારમો ઘા લાગે તો–તો જીવ ક્ષણભંગુરતાથી પાછો વળીને શાશ્વત
ચૈતન્યધામમાં આવી જાય! આવા પ્રસંગે માત્ર મોહને લીધે આઘાતથી વૈરાગ્ય
થાય તે સાચો વૈરાગ્ય નથી; જેનાથી સાચો વૈરાગ્ય થાય તેનાથી તો પરિણતિ
વિરક્ત થઈને પાછી વળી જાય.
ભાઈશ્રી નાગરદાસ રામજીભાઈ ભાયાણી ઉ. વર્ષ ૮૨ (તેઓ શાંતિલાલ વગેરેના
પિતાજી) તા. ૨૮–૧–૭૨ ના રોજ વિલપાર્લા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
લાઠીના અગ્રગણ્ય મુમુક્ષુ હતા, ને લગભગ પચાસ વર્ષથી ગુરુદેવના પરિચયમાં
આવ્યા હતા. ગત આસો માસમાં મુંબઈ મુકામે ગુરુદેવે તેમના ઘરે પધારીને દર્શન
દીધા તેથી તેમને ઘણી પ્રસન્નતા થઈ હતી. સ્વર્ગવાસની આગલી રાતે તેમણે
આખા ઘરને બેસાડીને માંગળિક સંભળાવ્યું હતું. તેઓ એકવાગ્યા સુધી વાતચીત
કરતા હતા, તે પછી એકને દશમિનિટે સ્વર્ગવાસ પામ્યા.
વડદલાનિવાસી ચુનિલાલ લલ્લુભાઈ શેઠ (ઉ. વર્ષ ૯૦) તા. ૨૯–૧–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ સાથેના સંઘમાં તેમણે તીર્થયાત્રાઓ કરી હતી;
અંતિમ ઘડી સુધી તેઓ પ્રેમપૂર્વક આત્મધર્મ વાંચતા હતા.
લાઠીના ભાઈશ્રી પ્રેમચંદ પાનાચંદ ભાયાણી (ઉ. વર્ષ ૭૦) તા. પ–૨–૭૨ ના
રોજ ઘાટકોપર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ લાઠી મુમુક્ષુમંડળના અગ્રગણ્ય
વડીલ હતા; લાંબા વખત સુધી સોનગઢ રહીને ગુરુદેવના સત્સંગનો લાભ લીધો
હતો; ને ગુરુદેવ લાઠી પધારે ત્યારે લાભ લેવાની ઘણી હોંશ હતી.
વાંકાનેરના ભાઈશ્રી વૃજલાલ કળશચંદના માતુશ્રી માહ સુદ ૧૨ની રાત્રે
સ્વર્ગવાસ પામ્યા છે. સમ્યગ્દર્શન પુસ્તક ચોથું તેમને પ્રિય હતું. સ્વર્ગવાસની રાતે
‘આત્માધર્મ’ માંથી સમાધિમરણ ટાણે સાધકની શૂરવીરતાનું વર્ણન સાંભળીને
પ્રસન્ન થયા હતા.
––સંસાર એટલે જ ક્ષણભંગુર ભાવોનો ભંડાર! આ ચૈતન્યતત્ત્વ જ એક એવું છે
કે જે પોતાની ચૈતન્યસત્તાને કદી છોડતું નથી, સદાય ચૈતન્યભાવે જીવતું ને જીવતું
જ રહે છે. અહા! આવું ચૈતન્યતત્ત્વ લક્ષગત કરે એને મરણ ક્યાંથી હોય? તેથી
શ્રીગુરુ કહે છે કે હે ભાઈ! તારે જન્મ–મરણનાં દુઃખોથી બચવું હોય તો તારા
મહાન ચૈતન્યતત્ત્વને લક્ષગત કરીને અનુભવમાં લે. એને અનુભવતાં જ પરમ
આનંદથી તને એમ થશે કે ‘અબ હમ અમર ભયે ન મરેંગે.’