: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
એક હતો સિંહ.એક હતો વાંદરો
(ચિત્ર ઉપરથી લખાયેલ ૩૯ બોધકથાઓનું દોહન)
અગાઉના જમાનાની વાત છે. એક સુંદર જંગલ હતું. જંગલમાં અનેક પશુઓ
રહેતા હતા. સિંહ ને હાથી રહે, હરણ રહે ને વાંદરા રહે, સર્પ રહે ને સસલાં પણ રહે.
એક ઝાડ ઉપર બે વાંદરા રહેતા હતા. એક વાંદરો યુવાન હતો; બીજો વાંદરો
બુઢ્ઢો હતો. તે જંગલમાં એક ભૂખ્યો સિંહ શિકારને શોધતો હતો. ફરતાં–ફરતાં તે આ
ઝાડ પાસે આવ્યો. ઝાડ ઉપર બે વાંદરા જોયા. હવે ઝાડ ઉપર તો સિંહથી પહોંચી શકાય
તેમ ન હતું. પણ બુદ્ધિમાન સિંહે વાંદરાને પકડવાની એક યુક્તિ શોધી કાઢી.
ઉનાળાની ભરબપોર હતી. ઝાડ ઉપરના વાંદરાનો પડછાયો નીચે પડતો હતો.
સિંહે જોયું કે બૂઢ્ઢો વાંદરો છાયાની ચેષ્ટાને જ પોતાની માની રહ્યો છે; એટલે સિંહે તો
વાંદરા સામે નજર કરીને એક ગર્જના કરી અને તેના પડછાયા ઉપર જોરથી પંજો માર્યો.
“હાય! હાય! સિંહે મને પકડ્યો” એમ સમજીને તે મૂરખ બુઢ્ઢો વાંદરો તો
ભયથી ચીચીયારી પાડતો નીચે પડ્યો...ને સિંહના પંજામાં પકડાઈને મરણ પામ્યો. પણ
બીજો જુવાન વાંદરો તો ઊંચા ઝાડ ઉપર નિર્ભયપણે બેસી રહ્યો...ને ત્યાં બેઠા–બેઠા
સિંહની ચેષ્ટા તેણે જોયા કરી.
તે યુવાન વાંદરાએ વિચાર કર્યો કે બીજો વાંદરો નીચે પડીને કેમ મરી ગયો? ને
હું કેમ ન મર્યો?
વિચાર કરતાં તેણે શોધી કાઢ્યું કે હા, બરાબર! તે વૃદ્ધ વાંદરે નીચેની છાયાને
પોતાની માની, એટલે છાયા પર સિંહનો પંજો પડતાં જ તે અજ્ઞાનથી ભયભીત થઈને
નીચે પડ્યો ને સિંહનો શિકાર બનીને મર્યો. મેં છાયાને પોતાની ન માની, તેથી હું
મરણથી બચી ગયો.
હવે તે યુવાન વાંદરાને એમ થયું કે સિંહે મારા દાદાને (વૃદ્ધ વાંદરાને) મૂર્ખ
બનાવ્યો, તો હું પણ તેને તેની મૂર્ખતા બતાવીને બોધ આપું કે સિંહ કાકા! તમે પણ
એવી જ મૂર્ખાઈ કરી રહ્યા છો.
એકવાર તેણે તે સિંહને જઈને કહ્યું કે હે સિંહકાકા! તમે તો આ વનના રાજા
છો. પણ બીજો એક સિંહ આવ્યો છે, તે કહે છે કે વનના રાજા તમે નહિ પણ