Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 49

background image
મુમુક્ષુનું જીવન
[સંપાદકીય]
આત્માને સાધવા માટે તત્પર મુમુક્ષુનાં પરિણામ કેવા ઉજ્વળ હોય, આત્માને સાધવા
માટે તેની ધગશ કેવી હોય, દેવ–ગુરુ પ્રત્યે ને સાધર્મી પ્રત્યે તેનો ઉમંગ કેવો હોય, જગત પ્રત્યે
તેને ઉદાસીનતા કેવી હોય!–તે બધુંય ગુરુદેવ આપણને સૌને અવારનવાર પ્રતિબોધે
છે...મુમુક્ષુઓ આનંદથી એ શિખામણ ઝીલે છે.
ગુરુદેવના શ્રીમુખથી ઝીલેલા, હિતશિખામણના દશ બોલ અગાઉ આત્મધર્મમાં આવેલા,
તે ફરીને આ અંકમાં પણ આપ્યા છે. બધા જ મુમુક્ષુઓએ ગુરુદેવની આ શિખામણ વાંચીને
ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી છે...અને ગામેગામ...ઘરેઘરે આ વાત પ્રચાર પામે તેવી ભાવના
વ્યક્ત કરી છે. આ હિતશિખામણ છાપેલાં પાનાં ગુરુદેવે સ્વહસ્તે સેંકડો મુમુક્ષુઓને આપ્યા છે.
અહા, આ કાળે આવી વીતરાગી શિખામણ આપીને ધર્મપ્રેરણા દેનારા સંત મળવા તે
મુમુક્ષુનાં મહાન ભાગ્ય છે...આત્માને સાધવાનો આ સોનેરી અવસર છે. આ દશ બોલની
હિતશિખામણ અનુસાર પોતાનાં પરિણામ કરનાર મુમુક્ષુજીવ જરૂર આત્મહિત પામશે.

એક બીજી વાત : આ કળિકાળમાં વીતરાગદેવનો પરમ સત્યમાર્ગ ક્્યારેક–ક્્યારેક
પ્રસિદ્ધિમાં આવે છે, ને ત્યારે રૂઢિગત જીવો દ્વારા તેનો વિરોધ પણ થાય છે. સાચા મુમુક્ષુઓ તો
ગમે તેવી કટોકટી વચ્ચે પણ પોતાના હિતને માટે સત્યમાર્ગને વળગી રહે છે. પ્રાણ ભલે છૂટે
પણ સત્યમાર્ગને તેઓ છોડતા નથી. સૌરાષ્ટ્રમાં સં. ૧૯૯૯ દરમિયાન ગુરુદેવના વિહાર વખતે
આવી પરિસ્થિતિ ઊભી થયેલી, ને મુમુક્ષુઓ સત્યમાર્ગને દ્રઢપણે વળગી રહ્યા; અંતે તે વખતના
વિરોધ કરનારા ઘણા પણ પશ્ચાતાપ પૂર્વક સત્ય માર્ગમાં આવ્યા, તેઓ આજે ગુરુદેવની
છાયામાં આનંદથી આત્મહિતના માર્ગને ઉપાસી રહ્યા છે, ને પોતાને ધન્ય–ધન્ય સમજે છે.
ફરીને, ગુજરાતના વિહાર વખતે પણ મુમુક્ષુ જીવો એવી કટોકટીની પરિસ્થિતિમાં
આવ્યા છે; પણ મુમુક્ષુજીવો સત્યમાર્ગને દ્રઢપણે વળગીને આત્મહિતમાં ઉદ્યમી રહેશે. જે
અચિંત્ય મહાન ચૈતન્યવસ્તુને સાધવાની છે, જે સત્ય ધર્મને સાધવાનો છે તેની પાસે જગતની
કોઈ પરિસ્થિતિ મુમુક્ષુને મુંઝવી શકતી નથી, સત્યથી ડગાવી શકતી નથી;
પંચપરમેષ્ઠીભગવંતો એના સાથીદાર છે.
–બ્ર. હ. જૈન