: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૬૧ :
* ધર્મી *
* ધર્મી જાણે છે કે જૈનધર્મ એટલે એકલી વીતરાગતાનો
માર્ગ. પરમ આનંદની પ્રાપ્તિનો આ માર્ગ
વીતરાગતાથી જ શોભે છે. તે માર્ગે હું જઈ રહ્યો છું.
* ધર્મીને પોતાનો રત્નત્રયધર્મ અતિશય વહાલો છે.
* ધર્મીજાણે છે કે મારા ગુણ મારામાં છે, મારી
અનુભૂતિમાં મારો આત્મા પ્રસિદ્ધ થયો છે. તે
આત્માના સ્વસંવેદનમાં પરમ નિઃશંકતા છે.
* ધર્મીનું ધર્મીપણું પોતાના આત્મામાંથી જ આવ્યું છે, તે
કાંઈ જગત પાસેથી નથી આવ્યું; તેથી જગત પ્રત્યે
ધર્મી ઉદાસ છે, ને નિજગુણોમાં નિઃશંક છે.
* ધર્મી કહે છે કે અત્યારે તો આત્માના આનંદને
સાધવાનો અવસર આવ્યો છે. હે જીવ! આનંદના
આવા અવસરને તું ચૂકીશ મા.
* અમને આત્મા મળતો નથી–એમ કોઈ કહે તો –ધર્મી
કહે છે કે અરે ભાઈ! આત્મા જ્યાં છે ત્યાં તું ગોતતો
જ નથી તો પછી તે ક્્યાંથી જડે? આત્મા કાંઈ
શરીરમાં કે રાગમાં નથી; આત્મા તો જ્ઞાનભાવમાં છે;
અંતર્મુખ થઈને જ્ઞાનભાવમાં શોધ તો તને આત્મા
જરૂર મળશે, એટલે કે સ્વયં અનુભવમાં આવશે.
પરભાવમાં શોધ્યે આત્મા નહીં જડે.
* ધર્મીએ ચેતનાલક્ષણ દ્ધારા આત્મપ્રાપ્તિ કરી છે.