Atmadharma magazine - Ank 345
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 45

background image
૩૪પ
* છ અક્ષર *
‘શુદ્ધચિદ્રૂપ હું’ એવા છ અક્ષરના વિચારથી તેના
વાચ્યરૂપ જે ‘શુદ્ધચિદ્રૂપ’ પ્રાપ્ત થાય છે તે, શ્રુતસમુદ્રમાંથી
નીકળેલું ઉત્તમ રત્ન છે,–તે આદરણીય છે, સર્વે તીર્થોમાં તે
ઉત્કૃષ્ટ તીર્થ છે, સુખોનો તે ખજાનો છે, મોક્ષનગરીમાં જવા
માટેનું તે ઝડપી (રોકેટ કરતાંય ઘણું ઝડપી) વાહન છે;
કર્મરજના ગંજને વીખેરી નાંખવા માટે તે વાયરો છે; ભવના
વનને બાળી નાંખવા માટે તે અગ્નિ છે. આમ જાણીને હે
બુદ્ધિનાથ! તું શુદ્ધચિદ્રૂપ હું’ એવા છ અક્ષરવડે શુદ્ધચિદ્રૂપનું
ચિંતન કર.
જ્યારે અમે અમારા શુદ્ધચિદ્રૂપનું સ્મરણ કરીએ છીએ
ત્યારે શુભ–અશુભકાર્યો ક્્યાં ચાલ્યા જાય છે તે અમે જાણતા
નથી, ચેતન કે અચેતનસ્વરૂપ બાહ્યપદાર્થોનો સંગ ક્્યાં જાય છે
તેની ખબર પડતી નથી, અને રાગાદિક ભાવો ક્્યાં અલોપ થઈ
જાય છે–તેનું લક્ષ રહેતું નથી. એ વખતે તો બસ! અમારું એક
શુદ્ધચિદ્રૂપ જ અમને દેખાય છે, બીજું કાંઈ નહિ.