Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 53

background image
: ૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
–માટે, એવા પ્રસંગોથી અતિશય ઉપેક્ષિત થા.......તેમાં તારી જરા
પણ શક્તિને ન વેડફ. તે પ્રસંગોને તારા આત્માર્થ સાથે કાંઈ જ સંબંધ
નથી એમ નકકી કરીને આત્માર્થની સિદ્ધિ જે રીતે થાય તે રીતે જ તું
પ્રવર્ત! ને આત્માર્થની સિદ્ધિમાં બાધક થાય એવા પરિણામોને અત્યંતપણે
છોડ, ઉગ્ર પ્રયત્ન વડે છોડ! શૂરવીર થઈને તારી બધી શક્તિને
આત્મસાધનામાં જોડ. તને મહાન આનંદ થશે, અપૂર્વ શાંતિ થશે.
વિધવિધ પરિણામવાળા જીવો પણ જગતમાં વર્ત્યા જ કરશેેેે......
માટે તેનો પણ ખેદ–વિચાર છોડ...ને ઉપરોકત સંયોગોની માફક જ તેમની
સાથે પણ આત્માર્થનો સંબંધ નથી એમ સમજીને તે પ્રત્યે ઉપેક્ષિત થા....ને
આત્માર્થ–સાધનામાં જ ઉગ્રપણે પ્રવર્ત! વારંવાર આત્મ–પરિચય કરી
કરીને તેમાં ઊંડો ઊતર.
ગમે તેમ કરીને મારે મારા આત્માર્થને સાધવો–એ એક જ આ
જગતમાં મારું કાર્ય છે–એમ અતિદ્રઢ નિશ્ચયવંત થા. મારા આત્માર્થ ખાતર
જે કાંઈ સહન કરવું પડે તે સહન કરવા હું તૈયાર છું, પણ કોઈપણ
પ્રકારનથી હું મારા આત્માર્થના કાર્યથી ડગીશ નહિ. તેમા જરા પણ
શિથિલ નહીં થાઉ.....આત્મા પ્રત્યેના મારા ઉત્સાહમાં હું કદી ભંગ નહીં
પડવા દઉં. મારી બધી શક્તિને, મારા બધા જ્ઞાનને, મારા બધા વૈરાગ્યને,
મારી શ્રદ્ધાને–ભક્તિને, ઉત્સાહને સહનશીલતાને સર્વ મારા સ્વને હું મારા
આત્મર્થમાં જોડીને જરૂર મારા આત્માર્થને સાધીશ.–આમ દ્રઢ પરિણામ વડે
આત્માર્થને સાધવા માટે તત્પર થા!
આત્માર્થ સાધવા માટેની તારી આવી સાચી તત્પરતા હશે તો
જગતમાં કોઈની તાકાત નથી કે મારા આત્મકાર્યમાં વિધ્ન કરી શકે. જ્યાં
આત્માર્થની સાચી તત્પરતા છે, ત્યાં આખું જગત તેને આત્માર્થની
પ્રાપ્તિમાં અનુકૂળ પરિણમી જાય જરૂર છે, ને તે જીવ આત્માર્થને સાધી
લ્યે છે.
માટે હે જીવ! જગતમાં બીજું બધું ભુલીને તું તારા આત્માર્થ
માટેની સાચી તત્પરતા કર; તો તને થોડા જ વખતમાં મહાન આનંદસહિત
તારો આત્મા જરૂર પ્રાપ્ત થશે.