૩૪૮
સમતા
અમારી કૂળદેવી છે
અહા, ભેદજ્ઞાની કે અજ્ઞાની–બંને પ્રત્યે મને સમતા
છે.–આવી સમતા ક્્યારે રહે? કે જ્યારે રાગ–દ્ધેષ વગરની
‘ચેતના’ વેદનમાં આવી હોય! ચેતના પોતે સ્વરૂપથી જ રાગ–
દ્ધેષ વગરની છે–પછી સામે ભેદજ્ઞાની હો કે અજ્ઞાની હો.–
બંનેમાં સમતાપણે રહેવાની તાકાત ચેતનામાં જ છે. ચેતના જ
તેને કહેવાય કે જેમાં રાગ–દ્ધેષ ન હોય, જે રાગ–દ્ધેષ કરે નહિ,
ને રાગ–દ્ધેષ વગરની સમતારૂપે જ રહે.
અહા! આવી સરસ ચેતના, આવી સરસ સમતા, તે
તો મારી કૂળદેવી છે, મારી ચેતનાનું કૂળ જ સમતારૂપ છે.
સમતા એ તો મારી ચેતનાનું સહજસ્વરૂપ છે. માટે ચેતનારૂપ
એવા મને સર્વત્ર સમભાવ છે, કોઈ પ્રત્યે રાગ–દ્ધેષ નથી,
કોઈ મારું મિત્ર કે વેરી નથી. આવા વીતરાગી સમભાવરૂપ
મારી ચેતના છે તે સર્વે જ્ઞાનીસંતોને સંમત છે. હું મારા
આત્માને આવી ચેતનારૂપે જ સદા ભાવું છું.....અનુભવું છું.
તેથી મારી પરિણતિમાં સમતા સદા જયવંત છે.
(નિયમસાર પૃષ્ટ ૨૦૨)
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અંક ૧૨